અને માંરો ક્રોધ ભભૂકી ઊઠશે. અને હું તરવારથી તમને રહેંસી નાખીશ; તો તમાંરી પત્ની વિધવા થશે અને તમાંરાં પોતાનાં બાળકો અનાથ થશે.
Cross references
“અને જો કોઈ ઇસ્રાએલી બંધુ ગરીબીમાં આવી પડે અને પોતાનું ભરણપોષણ કરી શકે નહિ, તો તેને મદદ કરવાની જવાબદારી તારી છે; તારે ઘેર મહેમાંન તરીકે આવવા માંટે તેને નિમંત્રણ આપ. જેથી તે તમાંરી સાથે રહી શકે.
દેવનો ડર રાખીને તારા ભાઈને તારી સાથે રહેવા દે; તેને ધીરેલા પૈસાનું વ્યાજ તમાંરે ન લેવું, અને તમે ધીરેલા કરતા વધારાની આશા તેની પાસે ન કરતા.
પરંતુ તમે જો કોઈ વિદેશીને કંઈ ધીરો તો તેના પર વ્યાજ લઈ શકો છો, પણ તમાંરા ઇસ્રાએલી જાતિબંધુ પાસે વ્યાજ લેવું નહિ, તેથી તમાંરા દેવ યહોવા તમને, તમે જે ભૂમિમાં પ્રવેશ કરનાર છો તેમાં બધાં કાર્યોમાં લાભ આપશે.
“જો તમે તમાંરા દેવ યહોવાની કોઈ બાબત માંટે બાધા રાખી હોય તો તે પૂર્ણ કરાવામાં વિલંબ ન કરો, કારણ કે બાધા કે પ્રતિજ્ઞા માંટે યહોવા તમને જ જવાબદાર ગણશે.
ત્યારે મેં મનમાં વિચાર કર્યો અને ઉમરાવો તથા અમલદારો સામે આરોપ મૂકીને કહ્યું કે, “તમે બધા પોતાના સગાંવહાંલા પાસેથી બહુ આકરું વ્યાજ લો છો.” મેં તેનું નિવારણ કરવાં તે બધાંની સભા બોલાવી,
દેવ પાસેથી દુષ્ટ માણસનો ભાગ, તથા સર્વસમર્થ દેવ પાસેથી દુષ્ટોને મળતો વારસો આ છે
પણ મેં કાંઇ ખોટુ કર્યુ નથી. હું દેવની શિક્ષાથી ડરું છું. તેની મહાનતા મને ડરાવે છે.
તે તેણે ધીરેલાં નાણાં ઉપર વ્યાજ લઇને તે કોઇનું શોષણ કરતો નથી. તે નિદોર્ષ માણસો સામે જૂઠી સાક્ષી દઇને કદી લાંચ લેતો નથી. જેઓ આ રીતે જીવે છે તે હંમેશા સુરક્ષિત રહેશે.
ભલે તમે તમારો કોપ તેઓ પર વરસાવો, તમારો ક્રોધાજ્ઞિ તેઓને પકડી પાડો.
દેવ તમે ભયાવહ છો, તમે કોપાયમાન હો ત્યારે તમારી સામે કોણ ઊભું રહી શકે?
તેઓના યુવાનો અગ્નિથી નાશ પામ્યાં; અને તેઓની કન્યાઓ તેઓનાં લગ્નગીતો ગવાય તે પહેલાં જ મૃત્યુ પામી.
તમારા ક્રોધના બળને અને કોપને કોણ જાણી શકે? અને તમને ઘટે છે તેવો તમારો ભય કોણ રાખી શકે?
તેમના સંતાનો પિતૃવિહોણા થાઓ; અને તેની પત્ની વિધવા, થાઓ.
અસંખ્ય સ્ત્રીઓને મેં વિધવા બનાવી છે. મેં તેમના જુવાનોને ભરયુવાનીમાં મારી નાખ્યા છે; અને તેમની માતાઓને વિલાપ કરાવ્યા છે; મેં તેમને એકાએક દુ:ખ અને ભયના ભોગ બનાવ્યા છે.
તો હવે તું એમના બાળકોને દુકાળને હવાલે કર. તેમને તરવારની ધારે મરવા દે. તેમની સ્ત્રીઓને પુત્રવિહોણી અને પતિવિહોણી થવા દે. પુરુષોને રોગથી અને જવાનો લડાઇમાં તરવારથી માર્યા જાય.
અમે અનાથ અને નબાપા થઇ ગયા છીએ, ને અમારી માતાઓ વિધવા થઇ ગઇ છે.
યહોવાના રોષ આગળ કોણ ટકી શકે? તેના ક્રોધનો તાપ કોણ સહી શકે? તેનો ક્રોધ અગ્નિની જેમ વરસે છે અને તે ખડકોના ચૂરેચૂરા કરી નાખે છે.
બીજા લોકોને આપો એટલે તમને મળશે. તમે તમારા હાથમાં પકડો તેના કરતાં પણ વધુ મેળવા શકશો. તમને એટલું બધું આપવામાં આવશે જેથી તમારો ખોળો પણ ઊભરાઇ જશે. કારણ કે તમે જે રીતે બીજા લોકોને આપો છો તે જ રીતે દેવ તમને આપશે.”
પરંતુ તમે લોકો કઠણ અને હઠાગ્રહી છો. જીવનમાં પરિવર્તન પામવાની વાતને તમે ઘસીને ના પાડી દો છો. આ રીતે, દેવ તમને જે શિક્ષા ફરમાવશે એમાં તમે વધુ ઉમેરો કરતા જાઓ છો. ન્યાયના દિવસે દેવ જ્યારે પોતાનો કોપ પ્રગટ કરશે ત્યારે તમને યોગ્ય શિક્ષા (દંડ) મળશે; અને તે દિવસે દેવના સાચા ન્યાયનો લોકોને અનુભવ થશે.
કોઈના પણ માટે જીવતા દેવના હાથમાં પડવું તે કેટલું ભયંકર છે!