નિર્ગમન 16:13 · ગુજરાતી બાઇબલ
તે રાત્રે એવું બન્યું કે લાવરીઓએ ઊડી આવીને છાવણી ઢાંકી દીધી; અને સવારમાં છાવણીની આસપાસ ઝાકળનું પડ બાઝી ગયું.
Cross references
ગણના 11:9
એનો સ્વાદ મોવણ નાખેલી ભાખરી જેવો લાગતો. રાતના સમયે છાવણી ઉપર ઝાકળ પડતું ત્યારે તેની સાથે માંન્ના પણ પડતું.
ગણના 11:31
એના પછી તરત યહોવાએ પવનને મોકલ્યો, અને તે દરિયામાંથી તેની સાથે લાવરીઓને ઉપાડી લાવ્યો. લાવરીઓ છાવણીમાં તથા તેની આસપાસ ઘસડાઈને પડવા લાગી. તેઓએ જમીનને ત્રણ ફુટ ઉડી ઢાંકી દીધી. માંણસ એક દિવસમાં જેટલું અંતર કાપી શકે તેટલાં અંતરમાં દરેક દિશામાં લાવરીઓ ફેલાયલી હતી.
ગીતશાસ્ત્ર 78:27
તેમણે ધૂળની જેમ માંસ અને સમુદ્રની રેતીની જેમ પક્ષીઓ તેમનાં પર વરસાવ્યાઁ.
ગીતશાસ્ત્ર 78:28
તેમણે તેઓની છાવણી મધ્યે અને તેઓનાં તંબુઓની ચોપાસ પક્ષીઓ પાડ્યાં.
ગીતશાસ્ત્ર 105:40
જ્યારે તેઓએ માંગ્યુ ત્યારે લાવરીઓે લાવ્યાં; અને આકાશમાંની માન્ના રૂપે રોટલીઓથી તૃપ્ત કર્યા.