Home Bibles નિર્ગમન 13:7 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 13:7 · ગુજરાતી બાઇબલ

તેથી સાત દિવસ સુધી તમાંરે ખમીર વગરની જ રોટલી ખાવી. તમાંરા આખા પ્રદેશમાં ક્યાંય પણ ખમીરવાળી રોટલી બિલકુલ હોવી જોઈએ નહિ.

Cross references

નિર્ગમન 12:19

સાત દિવસ સુધી તમાંરા ઘરમાં ખમીર હોવું જોઈએ નહિ. જો કોઈ વ્યક્તિ ખમીરવાળી વસ્તુ ખાશે તો તેનો ઇસ્રાએલી સમાંજમાંથી બહિષ્કાર કરવામાં આવશે. પછી તે દેશનો વતની હોય કે વિદેશનો હોય.

પુનર્નિયમ 16:4

સાત દિવસ પર્યંત તમાંરા ઘરમાં ખમીરનો છાંટો પણ ન હોવો જોઈએ. તેમજ પહેલે દિવસે સાંજે વધેરેલા પશુનું થોડું પણ માંસ સવાર સુધી વાસી રહેવું જોઈએ નહિ.

યહોશુઆ 5:11

પાસ્ખાપર્વ ઉજાણીના બીજે દિવસે તેઓએ ખેતરોમાં ઉગેલું અનાજ ખાધું; એટલે તેજ દિવસે આથા વગરની રોટલી અને ભૂંજેલા ધાન્ય ખાધું.

માથ્થી 16:6

ઈસુએ તેઓને કહ્યું, “ફરોશીઓ અને સદૂકીઓના ખમીરથી સાવધ રહો.”

Interlinear

Choose Theme