બીજાઓને શાપ દેવાનું તેને ગમતું હતું; ભલે શાપો તેની ઉપર આવે. તેણે બીજા કોઇને કદી આશીર્વાદ આપ્યા નથી; તેથી ભલે આશીર્વાદોને તેનાથી દૂર રહેવા દો.
Cross references
તેણે કહ્યું, ‘હું જઇને તેના બધા પ્રબોધકોને મોઢે જૂઠી ભવિષ્યવાણી ઉચ્ચારાવીશ.’ યહોવા બોલ્યા, ‘તું જરૂર તેને લલચાવવામાં સફળ થશે. જા અને એ પ્રમાણે કર.’
તું અને તારી જૂઠી જીભ લોકોને ઇજા કરવા માંગે છે.
તેઓ બધા પોતાના મુખનાં શબ્દોથી શાપ આપી પાપ કરે છે, તેઓના જ હોઠે અસત્ય બોલે છે, પોતાના જ અભિમાનમાં તેઓને ફસાઇ જવા દો.
તમે તમારા ક્રોધમાંજ તેઓનો સંહાર કરો; જેથી સંપૂર્ણ વિનાશ થાય; પછી સર્વ લોકો જાણશે કે ઇસ્રાએલમાં દેવ રાજ કરે છે, અને તેમનો જ અધિકાર સમગ્ર પૃથ્વી પર છે.
દુષ્ટ વ્યકિત તેના કુકમોર્ની સજા ભોગવે છે અને ભલી વ્યકિત પોતાનાં કમોર્નું ફળ માણે છે.
તમે તેઓની બુદ્ધિ જડ બનાવી દેજો અને તેમના પર શાપ વરસાવજો.
તેથી યહોવા મારા માલિક કહે છે: “હું ખાતરીપૂર્વક કહું છું કે તારામાં રકતપાત થશે અને તું બચશે નહિ, તું હત્યાકાંડમાં બહુ આનંદ માણે છે તેથી લોહી તારી પર આવશે અને તને હંફાવી દેશે, હવે તારો વારો આવ્યો છે.
તમે જે રીતે બીજાનો ન્યાય કરશો, તે જ રીતે તમારો પણ ન્યાય થશે તમે બીજાઓનો ન્યાય કરવા જે માપનો ઉપયોગ કરો છો, તે જ માપનો ઉપયોગ તમારા ચુકાદા માટે થશે.
દુષ્ટ માણસ દરેક પ્રકારના પાપરુંપ કપટ સાથે પ્રયુક્તિઓમાં જે લોકો ભટકી ગયેલા છે તેમને મૂર્ખ બનાવવા માટે ઉપયોગ કરશે. તે લોકો ભટકી ગયા છે કારણ કે તેઓએ સત્યને ચાહવાનો ઈન્કાર કરી દીધો. (જો તેઓએ સત્યને ચાહ્યું હોત, તો તેઓનું તારણ થઈ શકયું હોત.)
તે લોકોએ તારા સંતોનું, અને તારા પ્રબોધકોનું, લોહી વહેવડાવ્યું છે. હવે તેં પેલા લોકોને લોહી પીવા આપ્યું છે. તેઓ એ માટે લાયક છે.”