ત્યારબાદ જ્યારે બીજીવાર સુંદર કુમારિકાઓને એકત્રિત કરવામાં આવી તે સમયે મોર્દખાય રાજાના દરવાજાની બાજુમાં બેઠો હતો.
Cross references
ભલે રાજા દરેક પ્રાંતમાં આ કામને માટે લોકોને નીમે. તેઓ જુવાન સૌદર્યવાન કુમારિકાઓને પસંદ કરીને પાટનગર સૂસાના મહેલના જનાનખાનામાં લઇ આવે. જનાનખાના પર નીમેલા રાજાના ખોજા હેગેની સંભાળ નીચે તેઓ રહે. આ કુમારિકાઓને સૌંદર્યના દ્રવ્યો હેગે પુરા પાડશેે.
જ્યારે મોર્દખાય રાજાના દરવાજાની બાજુમાં બેઠો હતો તે દરમ્યાન રાજાના દરવાજાના માગેર્ ચોકી કરતા બે અધિકારીઓ બિગ્થાન અને તેરેશ જે રાજાથી ગુસ્સે થયા હતા અને તેમણે અહાશ્વેરોશનું ખૂન કરવાનું કાવત્રું રચ્યું.
અને રાજાની આજ્ઞાથી રાજાના બધા સેવકો રાજાના દરવાજે હામાનને નીચા નમીને પ્રણામ કરવા લાગ્યા; પરંતુ મોર્દખાયે તેમ કર્યુ નહિ અને માન આપવાની ના પાડી.
તેથી દરવાજે રહેલા રાજાના સેવકોએ મોર્દખાયને પૂછયું; “તું શા માટે રાજાની આજ્ઞાનો ભંગ કરે છે? “
પરંતુ જ્યાં સુધી પેલા યહૂદી મોર્દખાયને હું રાજાના દરવાજા આગળ બેઠેલો જોઉં ત્યાં સુધી આ સર્વ મને કંઇ સંતોષ આપતું નથી.”