Home Bibles એસ્તેર 5:13 · ગુજરાતી બાઇબલ
એસ્તેર 5:13 · ગુજરાતી બાઇબલ

પરંતુ જ્યાં સુધી પેલા યહૂદી મોર્દખાયને હું રાજાના દરવાજા આગળ બેઠેલો જોઉં ત્યાં સુધી આ સર્વ મને કંઇ સંતોષ આપતું નથી.”

Cross references

1 રાજઓ 21:4

યિઝએલી નાબોથનો જવાબ સાંભળી આહાબ ધૂંવાપૂંવા થઈને ઘેર પાછો ફર્યો, તે દીવાલ તરફ મોં ફેરવીને પથારીમાં સૂઈ ગયો, અને ખાવાનો ઇન્કાર કર્યો.

એસ્તેર 5:9

ત્યારે તે દિવસે ઉજાણીમાંથી વિદાય લેતી વખતે હામાન ખુશ-ખુશાલ દેખાતો હતો! પાછા જતાં તેણે મોર્દખાયને દરવાજામાં બેઠેલો જોયો, તેણે જોયું કે, તેને જોઇને તે ઊભો થયો નહિ કે બીકથી થથર્યો પણ નહિ, તેથી હામાન ખૂબજ ક્રોધે ભરાયો.

અયૂબ 15:20

એક દુષ્ટ માણસ તેના આખા જીવન પર્યંત પીડા ભોગવે છે. દુષ્ટ લોકોના દહાડા બહુ ટૂંકા હોય છે.

અયૂબ 18:4

અયૂબ, તું જ તારા ક્રોધથી તારી જાતને દુ:ખ પહોંચાડી રહ્યો છે. શું તારા માટે લોકોએ પૃથ્વી છોડીને જવું? શું તમે વિચારો છો કે માત્ર તમારા સંતોષ માટે દેવ પર્વતોને હલાવશે?

ગીતશાસ્ત્ર 37:12

દુષ્ટો ન્યાયીઓની વિરુદ્ધ ખરાબ યુકિતઓ ઘડે છે અને તેમની જ સામે પોતાના દાંત પીસે છે.

સભાશિક્ષક 1:2

જે બધું અસ્તિત્વ ધરાવે છે તે બધુંજ નકામું છે સભા શિક્ષક કહે છે કે. સઘળું નિરર્થક છે.

સભાશિક્ષક 1:14

પણ દુનિયા પર લોકો જે કરે છે તે સર્વ બાબતો મેં જોઇ છે. એ સર્વ નિરર્થક તથા હવામાં બાચકાં ભરવાની કોશિષ કરવા જેવું છે.

ફિલિપ્પીઓને પત્ર 4:11

મારે કશાની જરૂર છે તેથી હું તમને આમ નથી કહેતો, મારી પાસે જે કઈ છે અને જે કઈ બની રહ્યુ છે, તેનાથી સંતોષ મેળવવાનું હું શીખ્યો છુ.

Interlinear

Choose Theme