Home Bibles એફેસીઓને પત્ર 1:16 · ગુજરાતી બાઇબલ
એફેસીઓને પત્ર 1:16 · ગુજરાતી બાઇબલ

જ્યારથી મેં પ્રભુ ઈસુમાં તમારો વિશ્વાસ અને દેવના લોકો પ્રત્યેના તમારા પ્રેમ વિષે સાંભળ્યું છે ત્યારથી મેં હમેશા આમ કર્યુ છે.

Cross references

ઊત્પત્તિ 40:14

પણ જયારે તારા સુખના દિવસો આવે ત્યારે કૃપા કરીને મને સંભારજે. માંરા પર દયા રાખજે. ફારુનને માંરી વાત કરજે અને મને આ કારાગારમાંથી મુકત કરાવજે.

1 શમુએલ 7:8

અને ઇસ્રાએલીઓએ શમુએલને કહ્યું, “પ્રાર્થના કરતા રહો અને યહોવાને કહો કે પલિસ્તીઓથી અમાંરું રક્ષણ કરજો.”

1 શમુએલ 12:23

હું તો તમાંરે માંટે પ્રૅંર્થના કરવાનું બૈંધ કરીને યહોવા વિરુદ્ધ પાપ નહિ કરું, હું તમને સાચો અને સધો માંર્ગ બતાવતો જ રહીશ.

યશાયા 62:6

“હે યરૂશાલેમ, મેં તારા કોટ પર પહેરેગીરો ગોઠવ્યા છે, તેઓ રાતે કે દિવસે કદી મૂંગા નહિ રહે.હે યહોવાને યાદ કરાવનારાઓ, તમે પોતે જંપશો નહિ,

રોમનોને પત્ર 1:8

ઈસુ ખ્રિસ્ત દ્વારા હું દેવનો તમારા સર્વને માટે આભાર માનું છું. તમે રોમવાસીઓ પણ દેવમાં અસીમ વિશ્વાસ ધરાવો છો એવું કહેતા ઘણા લોકોને મેં સાંભળ્યા છે. તેથી દેવનો આભાર માનું છું.

ફિલિપ્પીઓને પત્ર 1:3

હું જ્યારે પણ તમને યાદ કરું છું. ત્યારે મારા દેવનો આભાર માનું છું.

કલોસ્સીઓને પત્ર 1:3

હંમેશા અમે અમારી પ્રાર્થનામાં તમારે સારું દેવનો આભાર માનીએ છીએ. દેવ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બાપ છે.

કલોસ્સીઓને પત્ર 1:9

જે દિવસથી અમે આ બાબતો તમારા વિષે સાંભળી તે દિવસથી તમારે સારું પ્રાર્થના કરીએ છીએ. અમે આ બાબતો માટે પ્રાર્થના કરીએ છીએ:કે તમે સર્વ આત્મિક સમજણ તથા બુદ્ધિમાં દેવની ઈચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ;

1 થેસ્સલોનિકીઓને 1:2

જ્યારે અમે પ્રાર્થના કરીએ છીએ ત્યારે અમે હંમેશા તમારા બધાનું સ્મરણ કરીએ છીએ અને તમારા બધા માટે અમે દેવની આભારસ્તુતિ કરીએ છીએ.

1 થેસ્સલોનિકીઓને 5:17

પ્રાર્થના કરવાનું કદી પડતું મૂકશો નહિ.

2 થેસ્સલોનિકીઓને 1:3

અમે તમારા માટે હમેશા દેવની આભારસ્તુતિ કરીએ છીએ. અને અમારે તેમ કરવું જોઈએ કારણ કે તેમ કરવું યથાર્થ છે. તે યથાર્થ છે કારણ કે તમારા બધાનો વિશ્વાસ અને એકબીજા માટેનો પ્રેમ દિનપ્રતિદિન વધી રહ્યો છે.

Interlinear

Choose Theme