Home Bibles એફેસીઓને પત્ર 1:15 · ગુજરાતી બાઇબલ
એફેસીઓને પત્ર 1:15 · ગુજરાતી બાઇબલ

આ કારણે જ મારી પ્રાર્થનામાં હમેશા હું તમને યાદ કરું છું. તમારા માટે દેવનો આભાર માનું છું.

Cross references

ગીતશાસ્ત્ર 16:3

પૃથ્વી પર યહોવાથી ડરનારા સંતો ઉત્તમ છે, એવાં સ્રી પુરુષના સંગમાંજ મને આનંદ મળે છે.

ગલાતીઓને પત્ર 5:6

જ્યારે વ્યક્તિ ઈસુ ખ્રિસ્તમય બને છે, ત્યારે તેની સુન્નત થઈ છે કે નહિ તે મહત્વનું નથી. મહત્વનો તે વિશ્વાસ છે, એ પ્રકારનો વિશ્વાસ કે જે તેની જાતે પ્રેમ દ્વારા વ્યક્ત થાય છે.

કલોસ્સીઓને પત્ર 1:3

હંમેશા અમે અમારી પ્રાર્થનામાં તમારે સારું દેવનો આભાર માનીએ છીએ. દેવ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બાપ છે.

1 થેસ્સલોનિકીઓને 1:3

જ્યારે અમે દેવ બાપને પ્રાર્થીએ છીએ ત્યારે તમારા વિશ્વાસને કારણે તમે જે કાર્યો કર્યા છે તેના માટે અમે સતત દેવનો આભાર માનીએ છીએ. અને તમારા પ્રેમને લીધે તમે જે કાર્યો કર્યો છે તેના માટે પણ અમે દેવનો આભાર માનીએ છીએ. અને તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારી આશામાં દૃઢ બની રહો તે માટે અમે તેનો આભાર માનીએ છીએ.

1 થેસ્સલોનિકીઓને 4:9

ખ્રિસ્તમાં તમારા ભાઈઓ અને બહેનો માટે પરસ્પર પ્રેમ રાખવા અંગે તમને કઈ લખવાની અમારે જરુંર નથી. દેવે તમને એકબીજાને પ્રેમ કરવા માટે બોધ આપ્યો જ છે.

2 થેસ્સલોનિકીઓને 1:3

અમે તમારા માટે હમેશા દેવની આભારસ્તુતિ કરીએ છીએ. અને અમારે તેમ કરવું જોઈએ કારણ કે તેમ કરવું યથાર્થ છે. તે યથાર્થ છે કારણ કે તમારા બધાનો વિશ્વાસ અને એકબીજા માટેનો પ્રેમ દિનપ્રતિદિન વધી રહ્યો છે.

1 તિમોથીને 1:5

આ આજ્ઞાનો હેતુ એ છે કે લોકો પ્રેમનો માર્ગ સ્વીકારે. આ પ્રેમની પ્રાપ્તિ માટે લોકોનું હૃદય શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ. જે યોગ્ય અને સાચું લાગતું હોય તે જ તેઓએ કરવું જોઈએ. અને તેઓમાં સાચો વિશ્વાસ હોવો જોઈએ.

1 તિમોથીને 1:14

પરંતુ મને આપણા પ્રભુની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત થઈ. અને તે કૃપામાંથી મારામાં ખ્રિસ્ત ઈસુ માટે વિશ્વાસ અને પ્રેમ પ્રગટ થયાં.

ફિલેમોને પત્ર 1:5

દેવ અને સર્વ સંતો માટે તને જે પ્રેમ છે અને પ્રભુ ઈસુમાં તને વિશ્વાસ છે, તે વિષે મેં સાંભળ્યું છે. અને તારા એ વિશ્વાસ અને પ્રેમ બદલ હું દેવની આભારસ્તુતિ કરું છું.

હિબ્રૂઓને પત્ર 6:10

પ્રભુ ન્યાયી છે. કારણ કે દેવના લોકો માટે તમે જે કંઈ કાર્યો કર્યા છે, તે દેવ ભૂલી શકે નહિ. તમે સંતો પર દર્શાવેલ પ્રેમ અને હાલ જેમની સેવા કરો છો તે બધું દેવ ભૂલી શકે નહિ.

1 પિતરનો પત્ર 1:22

હવે સત્યને અનુસરીને તમે તમારી જાતને નિર્મળ બનાવી છે. હવે તમે તમારા ભાઇઓ અને બહેનો માટે સંપૂર્ણ હૃદયથી તથા બળથી પ્રીતિ કરો.

1 યોહાનનો પત્ર 3:17

ધારો કે એક વિશ્વાસી કે જે ખૂબ ધનવાન હોવાથી તેની પાસે જરુંરી બધી જ વસ્તુઓ હોય છે. તે ખ્રિસ્તમાં તેના ભાઈને જુએ છે જે ગરીબ છે અને તેની જરુંરી વસ્તુઓ તેની પાસે નથી. તો પછી જો વિશ્વાસી પાસે વસ્તુઓ હોય અને ગરીબ ને મદદ ન કરે તો શું? પછી જે વિશ્વાસી પાસે જરુંરી વસ્તુઓ છે પરંતુ તેના હૃદયમાં દેવની પ્રીતિ હોતી નથી.

1 યોહાનનો પત્ર 4:21

અને દેવ આપણને આ આજ્ઞા કરી છે: જે વ્યક્તિ દેવને પ્રેમ કરે છે તેણે ખ્રિસ્તમાં તેના ભાઈઓ અને બહેનોને પણ પ્રેમ કરવો જોઈએ.

Interlinear

Choose Theme