સમગ્ર વિશ્વમાં એક પણ માણસ એવો નથી જે હંમેશા સારું જ કરતો હોય અને કદીય તેણે પાપ ના કર્યુ હોય.
Cross references
જો તે સફેદ હોય અને ઝાખાં પડતા જતા હોય તો તે કોઢ નથી, એમ સમજવું કે ચામડી પર કરોળિયો થયો છે અને એ માંણસ શુદ્ધ છે.
તેથી યોનાથાન ગુસ્સે થઈને ખાણા પરથી ઊઠી ગયો. અને બીજને દિવસે તેણે કશું ય ખાધું નહિ, કારણ કે તેના પિતાએ દાઉદનું અપમાંન કર્યુ એથી તેને ઘણું દુ:ખ થયું હતું.
“જો તેઓ તમાંરી વિરુદ્ધ પાપ કરે-કોણ નથી કરતું?- અને તું રોષે ભરાઈને તેમને શત્રુના હાથમાં સોંપી દે, અને તેઓ તેમને કેદ કરીને પોતાના દેશમાં લઈ જાય, પછી એ દૂર હોય કે નજીક હોય.
“જો તેઓ તારી વિરૂદ્ધ પાપ કરે, કોણ નથી કરતું? અને તું રોષે ભરાઇને તેઓને દુશ્મનોના હાથમાં સોંપી દે. અને તેઓ તેમને કેદ કરીને પોતાના દેશમાં લઇ જાય પછી એ દૂર હોય કે નજીક હોય,
શું માણસ પવિત્ર હોઇ શકે? સ્ત્રીજન્ય માનવી કદી નિદોર્ષ હોઇ શકે?
મૂર્ખ, દુષ્ટ માણસ માને છે: “દેવ છે જ નહિ.” તે માણસ ષ્ટ અને અનૈતિક છે. તેવા માણસો દુષ્ટ, તિરસ્કારપાત્ર કૃત્યો કરે છે. તેઓમાં કોઇ સત્કર્મ કરનાર નથી.
પણ ના! ત્યાં કોઇ નથી. બધાએ સાચો રસ્તો છોડી દીધો છે અને યહોવાથી દૂર થઇ ગયા છે.
હે યહોવા, અમારા પ્રભુ; જો તમે ખરેખર અમને અમારા પાપો માટે શિક્ષા કરી હોત, તો કોઇનું અસ્તિત્વ રહેત નહિ.
હે યહોવા, મારી, તમારા સેવકની, ચકાસણી ન કરો, કારણ કે તમારી આગળ કોઇ નિદોર્ષ મળશે નહિ.
કોણ કહી શકે કે, મેઁ મારું અંત:કરણ સાફ છે અને હું પાપથી ચોખ્ખો થયો હું?
આપણે રસ્તો ભૂલી ગયા છીએ, અને ઘેટાંની જેમ રઝળી ગયા છે. પણ યહોવાએ આપણા બધાનો દોષ તેને માથે નાખ્યો છે.
અમે બધા અપવિત્ર થઇ ગયા છીએ. અમારાં ધર્મકાર્યો સુદ્ધાં મેલા વસ્ત્રો જેવા છે. અમે બધાં પાંદડાની જેમ ચીમળાઇ ગયા છીએ અને અમારાં પાપ પવનની જેમ અમને તાણી જાય છે.
સઘળાએ પાપ કર્યુ છે તેથી દેવના મહિમા વિષે સઘળા અધૂરા છે.