તેથી મને લાગ્યું કે જેઓ હજી જીવતાં છે તેઓ કરતાં જેઓ મૃત્યુ પામ્યા છે તેઓ વધારે સુખી છે;
Cross references
હું ગર્ભસ્થાનમાં જ મરી કેમ ન ગયો? જન્મતાંજ કેમ પ્રાણ ન છોડ્યો?
અધમ માણસો જ્યારે કબર ભેગા થાય છે ત્યારે હેરાન કરવાનું બંધ કરે છે અને જે લોકો થાકેલા છે તેઓને કબરમાં શાંતિ લાગે છે.
તે માણસને મરવાની ઇચ્છા છે પણ મોત આવતંુ નથી. તે દુ:ખદાયી માણસ છૂપાયેલા ખજાના કરતા મોતને વધારે શોધે છે.
તે લોકોને તેઓની કબર મળતા ખુશ થશે. તેઓ તેઓની સમાધિ મેળવવાથી આનંદ પામશે.
તેથી હવે હું જીવનને ધિક્કારું છું. દુનિયા પર થતાં કાર્યો મને કષ્ટદાયક લાગ્યાં, તે સર્વ નિરર્થક તથા હવામાં બાચકાં ભરવાં જેવું છે.
મૂલ્યવાન અત્તર કરતાં મનુષ્યની સારી શાખ અતિ મૂલ્યવાન છે. મનુષ્યનાં જન્મદિન કરતાં તેનો મૃત્યુદિન વધારે સારો છે.
જેનો સંબંધ સર્વ જીવતાઓની સાથે છે તેને આશા છે;કારણ કે જીવતો કૂતરો મૂએલા સિંહ કરતાં સારો છે.