Home Bibles ☰ Books સભાશિક્ષક 9:4 · ગુજરાતી બાઇબલ
સભાશિક્ષક 9:4 · ગુજરાતી બાઇબલ

જેનો સંબંધ સર્વ જીવતાઓની સાથે છે તેને આશા છે;કારણ કે જીવતો કૂતરો મૂએલા સિંહ કરતાં સારો છે.

Cross references

અયૂબ 14:7

ઝાડને પણ આશા છે. તે ભલે કપાઇ ગયું હોય; તે પાછું વિકાસ પામી શકે છે અને તેને નવાં અંકુર ફૂટી શકે છે.

અયૂબ 27:8

જો માણસ દેવની કાળજી કરતો નથી તો તે મરી જાય ત્યારે તેની પાસે કોઇ આશા રહેતી નથી. દેવ જ્યારે તેનું જીવન લઇ લે છે, તે વ્યકિત ને કોઇ આશા રહેતી નથી.

યશાયા 38:18

જેઓ પહોંચી ગયા છે મૃત્યુલોકમાં, નથી કરી શકતાં ગુણગાન તેઓ તારા. જેઓ શેઓલમાં પહોંચી ગયા છે તેઓ તારા વચન પર વિશ્વાસ રાખી શકતા નથી.

યર્મિયાનો વિલાપ 3:21

એ હું મનમાં લાવું છું અને તેથી જ હું આશા રાખું છું.

લૂક 16:26

તદુપરાંત અમારી અને તારી વચ્ચે એક મોટી ખાઈ છે. કોઈ માણસ તેને ઓળંગીને તને મદદ કરવા આવી શકશે નહિ. અને કોઈ વ્યક્તિ ત્યાંથી અહી અમારી બાજુ આવી શકશે નહિ.’

Interlinear

Choose Theme