Home Bibles પુનર્નિયમ 6:4 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 6:4 · ગુજરાતી બાઇબલ

“હે ઇસ્રાએલી પ્રજાજનો; સાંભળો, યહોવા આપણા દેવ છે. એક માંત્ર યહોવા.

Cross references

પુનર્નિયમ 4:35

આ તમાંમ તેમણે એટલા માંટે કર્યુ કે પોતે જ દેવ છે, બીજું કોઈ નથી, એની ખાતરી તમને કરાવી શકાય.

પુનર્નિયમ 4:39

“એટલે તમે ચોક્કસ રીતે મનમાં રાખો કે યહોવા જ દેવ છે, અને બીજા કોઇ દેવ નથી. તે આકાશમાં અને પૃથ્વી ઉપર દેવ છે.

પુનર્નિયમ 5:6

“ગુલામીના દેશ મિસરમાંથી તમને મુકત કરી બહાર લાવનાર હું જ તમાંરો દેવ છું.

1 રાજઓ 18:21

એલિયાએ આગળ આવીને લોકોને કહ્યું, “તમે કેટલો વખત અને ક્યાં સુધી તમે બે અભિપ્રાયની વચ્ચે ફર્યા કરશો? જો યહોવા દેવ હોય, તો તેની પૂજા કરો, જો બઆલ દેવ હોય તો તેની પૂજા કરો.”પણ કોઈ એક અક્ષરે બોલ્યું નહિ.

2 રાજઓ 19:5

રાજા હિઝિક્યાના મંત્રીઓએ યશાયા પાસે આવીને રાજાનો સંદેશો જણાવ્યો.

1 કાળવ્રત્તાંત 29:10

સર્વ ઉપસ્થિત સભાજનો સમક્ષ દાઉદે યહોવાની સ્તુતિ અને પ્રાર્થના કરતાં કહ્યું,“યહોવા અમારા પૂર્વજ ઇસ્રાએલના દેવ તમારી સદા સર્વદા સ્તુતિ હો!

ગીતશાસ્ત્ર 86:10

કારણ તમે મહાન દેવ છો, અને અદૃભૂત ચમત્કારના કરનાર છો; તમે જ એકલાં દેવ છો.

યશાયા 42:8

હું યહોવા છું, એ જ મારું નામ છે, હું મારો મહિમા બીજા જૂઠા દેવોને નહિ લેવા દઉં, તેમ મારી સ્તુતિ હું કંડારેલી મૂર્તિઓને નહિ લેવા દઉં.

યશાયા 44:6

ઇસ્રાએલનો રાજા અને તેના ઉદ્ધારક સૈન્યોના દેવ યહોવા આ પ્રમાણે કહે છે: “હું જ આદિ છું અને હું જ અંત છું; મારા સિવાય કોઇ બીજો દેવ નથી.

યશાયા 44:8

ઓ મારા લોકો, ગભરાશો નહિ, ડરશો નહિ, પ્રાચીનકાળથી મેં એ બધું કહ્યું નથી? મેં જાહેર નથી કર્યુ? તમે મારા સાક્ષી છો. મારા સિવાય અન્ય કોઇ દેવ છે? મારા સિવાય બીજો કોઇ ખડક નથી.”

યશાયા 45:5

હું જ યહોવા છું, મારા સિવાય બીજો દેવ નથી. તું મને ઓળખતો નથી, છતાં હું તને શસ્રોથી સજ્જ કરીશ.

ચર્મિયા 10:10

પરંતુ યહોવા તો સાચેસાચ દેવ છે, એ જીવતાજાગતા દેવ છે, શાશ્વત અધિપતિ છે. તે જ્યારે રોષે ભરાય છે ત્યારે ધરતી ધ્રુજી ઊઠે છે; પ્રજાઓ એમના ક્રોધાગ્નિને ખમી શકતી નથી.

ઝખાર્યા 14:9

પછી યહોવા આખી પૃથ્વી ઉપર રાજ્ય કરશે. તે વખતે યહોવા જ એક દેવ હશે અને તે એક જ નામે ઓળખાશે.

માર્ક 12:29

ઈસુએ ઉત્તર આપ્યો, ‘સૌથી વધારે મહત્વની આજ્ઞાઆ છે: ‘ઈસ્ત્રાએલના લોકો, ધ્યાનથી સાંભળો! પ્રભુ આપણો દેવ છે તે ફક્ત પ્રભુ છે.

યોહાન 10:30

હું અને મારાં પિતા એક જ છીએ.”

યોહાન 17:3

અને આ અનંતજીવન છે કે માણસો તને ઓળખી શકે, ફક્ત ખરા દેવ, અને તે માણસો ઈસુ ખ્રિસ્તને ઓળખી શકે. જેને તેં મોકલ્યો છે.

1 કરિંથીઓને 8:4

તેથી હું મૂર્તિઓના નૈંવેદ ખાવા અંગે આમ કહેવા માગું છું: આપણે જાણીએ છીએ કે મૂર્તિ જેવું ખરેખર આ જગતમાં કોઈ અસ્તિત્વ નથી. આપણે એ પણ જાણીએ છીએ કે દેવ ફક્ત એકજ છે.

1 તિમોથીને 2:5

દેવ તો માત્ર એક જ છે. અને લોકો દેવ સુધી પહોંચે એ માટે પણ એક જ મધ્યસ્થ છે. તે મધ્યસ્થ ઈસુ ખ્રિસ્ત છે જે એક માનવ પણ છે.

Interlinear

Choose Theme