પુનર્નિયમ 5:12 · ગુજરાતી બાઇબલ
“તમાંરા દેવ યહોવાની આજ્ઞા મુજબ વિશ્રામવારને પવિત્ર રાખજો.
Cross references
નિર્ગમન 16:30
તેથી તે લોકોએ વિશ્રામવારે વિશ્રામ કર્યો.
નિર્ગમન 20:8
“વિશ્રામવારની પવિત્રતા જાળવવાનું યાદ રાખો.
યશાયા 56:6
વળી જે વિદેશીઓ મારે શરણે આવ્યા છે, જેઓ મારી સેવા કરે છે, મારા નામ પર પ્રેમ કરે છે, મારા સેવકો છે, અને જે કોઇ મારા વિશ્રામવારની પવિત્રતા જાળવી તેનું પાલન કરે છે, અને મારા કરારને દ્રઢતાપૂર્વક વળગી રહે છે.
યશાયા 58:13
જો તમે પવિત્ર વિશ્રામવારને પાળશો અને તે દિવસે તમારો પોતાનો ધંધો તથા મોજમજા કરશો નહિ, પણ તમે વિશ્રામવારને આનંદોત્સવનો યહોવાનો પવિત્ર દિવસ જાણીને, તે વિષે આનંદથી બોલશો અને તમારાં કાર્યો બંધ રાખીને યહોવાનો આદર કરશો, તેમ જ તમારી પોતાની ઇચ્છાઓને અને આનંદપ્રમોદને અનુસરસો નહિ અને કૂથલી નહિ કરતાં, તેને માન આપશો.