તેથી તમે નજીક આવીને પર્વતની તળેટી આગળ ઊભા રહ્યા હતા. પર્વત અગ્નિથી ભડભડતો હતો અને જવાળાઓ આકાશ સુધી પહોંચતી હતી. સર્વત્ર અંધકાર, વાદળ અને ગાઢ ઘુમ્મસ છવાયેલાં હતાં,
Cross references
પછી યહોવાએ મૂસાને કહ્યું, “જો હું એક ગાઢ વાદળમાં તારી પાસે આવું છું, જેથી હું તારી સાથે બોલું ત્યારે લોકો સાંભળી શકે, અને તારા પર સદાસર્વદા વિશ્વાસ રાખે.”અને લોકોનાં વચન મૂસાએ દેવને કહી સંભળાવ્યાં.
પછી ત્રીજે દિવસે સવારમાં આકાશમાં મેઘગર્જનાઓ અને વીજળીઓ થવા લાગ્યાં. પર્વત ઉપર કાળું ઘાડું વાદળ છવાઈ ગયું, અને રણશિંગડાનો બહુ મોટો અવાજ થયો, જેથી છાવણીમાં સર્વ લોકો ધ્રૂજી ઊઠયા.
એટલે મૂસાએ સર્વ લોકોને દેવને મળવા માંટે છાવણીમાંથી બહાર કાઢયા; અને તેઓ પર્વતની તળેટીમાં ઊભા રહ્યાં.
બધા લોકો ગર્જના, અને રણશિંગડાનો નાદ સાંભળીને તથા વીજળીના ચમકારા અને પર્વતમાંથી નીકળતો ઘુમાંડો જોઈને ભયભીત થઈને થરથર ઘ્રૂજતાં દૂર જ ઊભા રહ્યા.
“પર્વત જયારે અગ્નિથી ભડભડ બળતો હતો, ત્યારે તમે અંધકારમાંથી એ અવાજ સાંભળ્યો, પછી તમાંરા કુળસમૂહોના બધાં આગેવાનો અને વડીલો માંરી પાસે આવ્યાં અને વિનંતી કરી,
દેવ આકાશ ફાડીને નીચે ઉતરી આવ્યંા, અને તે અંધકારમય ગાઢવાદળ પર ઉભા રહ્યાં.
ભૂકંપ પછી અગ્નિ ફાટી નીકળ્યો, પણ યહોવા એ અગ્નિમાં પણ નહોતા, અગ્નિ પછી ત્યાં સંપૂર્ણ શાંતિ હતી.
તમે કોઈક નવી જગ્યા પર આવ્યા છો. ઇસ્ત્રાએલના લોકો પર્વતો પાસે આવ્યા હોય તેવી આ જગ્યા નથી. તમે એવા પર્વત પર નથી આવ્યા કે જે અગ્નિની જ્વાળાથી સળગતો છે જેને તમે અડકી ન શકો. તમે ઘમઘોર અંધકાર, આકાશ અને તોફાન હોય તેવી જગ્યાએ નથી આવ્યા.