Home Bibles 1 રાજઓ 19:12 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 19:12 · ગુજરાતી બાઇબલ

ભૂકંપ પછી અગ્નિ ફાટી નીકળ્યો, પણ યહોવા એ અગ્નિમાં પણ નહોતા, અગ્નિ પછી ત્યાં સંપૂર્ણ શાંતિ હતી.

Cross references

ઊત્પત્તિ 15:17

જયારે સૂર્યાસ્ત થયો અને ગાઢ અંધકાર આજુબાજુ બધેય છવાઈ ગયો, ત્યારે પણ મૃત પ્રાણીઓ જમીન પર પડેલાં હતાં, તે પ્રત્યેક પ્રાણી બે ટુકડાઓમાં કપાયેલા હતાં. તે વખતે એક ધુમાંડાનો સ્તંભ અને અગ્નિની મશાલ પ્રાણીઓના બે ભાગ વચ્ચે થઈને પસાર થઈ.

નિર્ગમન 3:2

ત્યાં યહોવાના દૂતે ઝાડવાંમાંથી નીકળતા ભડકારૂપે તેને દર્શન દીઘાં. તેણે જોયું તો ઝાડી સળગતી હતી, પણ બળીને ભસ્મ થતી નહોંતી.

નિર્ગમન 34:6

ત્યારબાદ યહોવા તેની આગળથી જાહેર કરતા પસાર થયા કે, “હું યહોવા છું. હું દયાળુ અને કૃપાળુ દેવ છું. ક્રોધ કરવામાં મંદ અને કરૂણાથી ભરપૂર અને વિશ્વાસપાત્ર છું.

પુનર્નિયમ 4:11

તેથી તમે નજીક આવીને પર્વતની તળેટી આગળ ઊભા રહ્યા હતા. પર્વત અગ્નિથી ભડભડતો હતો અને જવાળાઓ આકાશ સુધી પહોંચતી હતી. સર્વત્ર અંધકાર, વાદળ અને ગાઢ ઘુમ્મસ છવાયેલાં હતાં,

પુનર્નિયમ 4:12

ત્યારે યહોવા તમાંરા દેવ અગ્નિમાંથી તમાંરી સાથે બોલ્યો. તેણે જે કહ્યું તમે સાંભળ્યું, પણ તમે તેમની આકૃતિ જોઈ નહિ તમે ફકત અવાજ સાંભળ્યો.

પુનર્નિયમ 4:15

“સાવધાન રહેજો. જે દિવસે તમે હોરેબમાં યહોવાને અગ્નિમાંથી તમાંરી સાથે બોલતા સાંભળ્યા તે દિવસે તમે દેવની કોઈ આકૃતિ જોઈ નહોતી,

પુનર્નિયમ 4:33

તમે લોકોએ જેમ દેવને અગ્નિમાંથી બોલતા સાંભળ્યા છે તેમ અન્ય કોઈ પ્રજાએ સાંભળ્યા છે ખરા? અને છતાં પણ તે જીવતી રહી છે?

1 રાજઓ 18:38

એટલામાં એકાએક આકાશમાંથી યહોવાનો અગ્નિ યજ્ઞમાં પડ્યો અને, દહનાર્પણ. લાકડાં, પથ્થર અને રેતીને બાળી નાખ્યા અને તેણે ખાડાના પાણી પણ સૂકવી નાખ્યાં!

2 રાજઓ 1:10

એલિયાએ જવાબ આપ્યો, “જો હું દેવનો માંણસ હોઉં તો સ્વર્ગમાંથી નીચે અગ્નિ વરસો અને તું અને તારા સૈનિકો અહીં મરી જશો!”તેથી આકાશમાંથી અગ્નિ નીચે વરસ્યો અને બધા સૈનિકોના મૃત્યુ થયા.

2 રાજઓ 2:11

આમ વાતો કરતાં કરતાં આગળ ચાલ્યા જતા હતા, એવામાં એકાએક તેમની બે જણની વચ્ચે અગ્નિરથ દેખાયો, અગ્નિના બે ઘોડા એ રથને જોડેલા હતા. આ અગ્નિરથે એલિયા અને એલિશાને જુદા પાડી દીધા; અને વંટોળિયાએ આવીને એલિયાને આકાશમાં ઉઠાવી લીધો.

અયૂબ 4:16

તે સ્થિર ઊભો રહ્યો, પણ હું તેનું સ્વરૂપ ઓળખી શક્યો નહિ. એક આકૃતિ મારી સમક્ષ આવીને ઊભી રહી, અને ત્યાં શાંતિ હતી. પછી મેં એક ખૂબજ શાંત અવાજ સાંભળ્યો.

અયૂબ 33:7

તારે મારાથી ડરવા જેવું કાંઇ નથી. હું તારી સાથે કઠોર નહિ થાઉં.

ઝખાર્યા 4:6

પછી તેણે મને કહ્યું, “યહોવાનો આ સંદેશ ઝરુબ્બાબેલ માટે છે, ‘બળથી કે શકિતથી નહિ પણ મારા તરફથી મળતા આત્માને કારણે તું વિજયવંત થશે.”

પ્રેરિતોનાં ક્રત્યો 2:2

અચાનક આકાશમાંથી અવાજ આવ્યો. આ અવાજ સખત ફૂંકાતા પવનના જેવો હતો. તેઓ જ્યાં બેઠા હતાં તે આખું ઘર આ અવાજથી ગાજી ઊઠ્યું.

પ્રેરિતોનાં ક્રત્યો 2:36

‘તેથી બધા યહૂદિ લોકોએ આ સત્ય જાણવું જોઈએ, દેવે ઈસુને પ્રભુ અને ખ્રિસ્ત બનાવ્યો છે. તે એ જ માણસ છે જેને તમે વધસ્તંભે ખીલા મારીને જડ્યો!”

હિબ્રૂઓને પત્ર 12:29

કેમ કે આપણો દેવ ભસ્મ કરી નાખનાર અગ્નિ છે.

Interlinear

Choose Theme