Home Bibles ☰ Books પુનર્નિયમ 33:23 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 33:23 · ગુજરાતી બાઇબલ

ત્યારબાદ નફતાલી વિષે તેણે કહ્યું, “નફતાલી પર તો યહોવાની કૃપા અપરંપાર છે, તેના પર યહોવાના અસીમ આશીર્વાદ છે. તેનો પ્રદેશ ગાલીલના સરોવરથી છેક દક્ષિણ સુધી વિસ્તરે છે.”

Cross references

ઊત્પત્તિ 49:21

“નફતાલી છૂટથી દોડતુ હરણ છે, એના શબ્દો હરણીના સુંદર બચ્ચાં જેવા છે.”

યહોશુઆ 19:32

નફતાલીના કુળસમૂહના કુટુંબોને ભાગે છઠ્ઠો ભાગ આવ્યો.

ગીતશાસ્ત્ર 36:8

તમારા આશીર્વાદોથી તેઓને ખૂબજ તૃપ્તિ થશે, તમારી સુખ-સમૃદ્ધિની નદીમાંથી તેઓ પાણી પીશે.

ગીતશાસ્ત્ર 90:14

પ્રત્યેક સવારે અમને તમારી કૃપાથી ભરી દો. જેથી અમે અમારા સર્વ દિવસો સુખ અને આનંદમાં વિતાવીએ.

યશાયા 9:1

પરંતુ જે ભૂમિ પર સંકટ આવ્યું હતું, તે પ્રદેશમાં અંધકાર નહિ રહે. પ્રથમ તેણે ઝબુલોન તથા નફતાલીના દેશને તિરસ્કારપાત્ર બનાવી દીધો હતો. પણ છેવટે તેણે યર્દન અને ગાલીલની નદીને પેલે પાર, સમુદ્રના રસ્તે આવેલા રાષ્ટોને પ્રતિષ્ઠા અપાવી.

ચર્મિયા 31:14

હું યાજકોને પુષ્કળ ખોરાક આપીશ. અને મારી પ્રજા મેં આપેલી ઉત્તમ વસ્તુઓથી ભરાઇ જશે.”

માથ્થી 4:13

તે નાઝરેથ ન રોકાતાં ઝબુલોન અને નફતાલીની નજીકના પ્રદેશમાં ગાલીલ સરોવર પાસે કફર-નહૂમમાં જઈને રહ્યો.

માથ્થી 4:16

જેઓ અંધકારમાં જીવતા હતાં. પણ તેઓએ ઝળહળતો પ્રકાશ જોયો; તે પ્રકાશ જે લોકો કબર જેવી અંધકારમય ધરતી પર જીવે છે તેમના માટે આવ્યો છે.” યશાયા 9:1-2

માથ્થી 11:28

“તમારામાંના જે થાકી ગયા છે અને ભારે બોજ વહન કરી રહ્યા છે તેઓ મારી પાસે આવો. અને હું તમને વિસામો આપીશ.

Interlinear

Choose Theme