તમારા આશીર્વાદોથી તેઓને ખૂબજ તૃપ્તિ થશે, તમારી સુખ-સમૃદ્ધિની નદીમાંથી તેઓ પાણી પીશે.
Cross references
તેણે હડપ કરી લીધેલી વસ્તુઓ તેને આનંદ આપશે નહિ, તેને દૂધ અને મધની નદીઓનો આનંદ મળશે નહિ.
તમે પોતેજ મને જણાવો છો, જીવનમાં ક્યા માગેર્ મારે જવું. તમારી હાજરીથી સંપૂર્ણ આનંદ છે. તમારી જમણી બાજુએ અનંતકાલીન અને અસીમ સુખો છે.
તમારી આંખની કીકી સમજીને તમે મારી રક્ષા કરો. અને તમારી પાંખોની છાયા નીચે મને સંતાડી દો.
પણ હું ન્યાયપૂર્વક વત્ર્યો છું તેથી હું તમારો ચહેરો જોઇ શકું અને તમને જોઇને મને સંતોષ થશે.
તમે તમારી સંમુખ તેઓને સંતાડી રાખશો, અને તેમનું કાવતરાબાજો વિરુદ્ધ રક્ષણ કરશો. તમે તમારા મંડપમાં તેમને સુરક્ષિત રાખશો અને તેમને અનિષ્ટ જીભોથી બચાવશો.
ત્યાં એક નદી છે અને ઝરણાંઓ છે જે દેવનાં નગર પરાત્પર દેવના પવિત્રસ્થળમાં સુખને વહેતું રાખે છે.
મારી પથારીમાં હું તમારૂં સ્મરણ કરું છું, અને મધરાતે તમારૂં ધ્યાન ધરું છું.
તેઓ કે જેઓને તમારા પવિત્ર મંડપનાં આંગણાઓમાં તમારી નજીક પહોંચવા તમે પસંદ કર્યા છે, તેઓ આશીર્વાદિત છે. તમારા ઘરની, એટલે તમારા પવિત્ર મંદિરની સારી વસ્તુઓથી અમે તૃપ્ત થયા છીએ.
હે મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા, હું આવ્યો છું મારા બાગમાં; મેં એકઠાં કર્યાં છે મારા બોળને સુગંધી દ્રવ્યો; ને મેં ખાધું છે મધ મારાં મધપૂડામાંથી; મેં પીધો છે મારો દ્રાક્ષારસ મેં મારા દૂધની સાથે;હે મિત્રો, ખાઓ; હે વ્હાલાઓ, પીઓ; હા પુષ્કળ પીઓ.
સૈન્યોનો દેવ યહોવા સિયોન પર્વત પર બધા લોકો માટે મિષ્ટાનની અને ઉત્તમ પીણાની ઉજાણી તૈયાર કરશે.
જંગલી પ્રાણીઓ, વરુઓ અને શાહમૃગો સુદ્ધાં મને માન આપશે, કારણ, હું મરુભૂમિમાં પાણી પૂરું પાડીશ. સૂકા રણમાં નદીઓ વહેવડાવીશ, જેથી મારા પસંદ કરેલા લોકો પાણી પીવા પામે.
તેમણે તેઓને અરણ્યમાંથી દોર્યા ત્યારે તેઓને તરસ વેઠવી પડી નહોતી. કારણ કે તેણે તેમને માટે ખડકમાંથી પાણી કાઢયું હતું; તેણે ખડકને તોડી નાખ્યો અને પાણી ખળખળ કરતું વહેવા લાગ્યું.”
યહોવા કહે છે કે, “અરે, શું કોઇ તરસ્યા છે? તમારી પાસે પૈસા ન હોય તો પણ આવો અને પીઓ! આવો, વગર પૈસે અનાજ લઇ જાઓ અને ખાઓ, અને દૂધ અને દ્રાક્ષારસ વિના મૂલ્યે લઇ જાઓ.
હું સતત તમને દોરતો રહીશ, અને મરુભૂમિમાં પણ તમને કશાની ખોટ નહિ પડવા દઉં. હું તમારા અંગોમાં બળ પૂરીશ. અને તમે જળ સીંચેલી વાડી જેવા, સદા વહેતાં ઝરા જેવા બની જશો.
તેઓ આનંદના પોકાર કરતા સિયોનના પર્વત પર આવશે, અને યહોવાએ આપેલા ધાન્ય, દ્રાક્ષારસ, તેલ અને ઢોરઢાંખરરૂપી સમૃદ્ધિથી ખુશખુશાલ થશે. તેમનું જીવન સિંચેલી વાડી જેવું થશે અને તેઓનાં સર્વ દુ:ખો દૂર થઇ ગયા હશે.
શી તેમની સંપત્તિ! શું તેમનું સૌભાગ્ય! મબલખ અનાજ અને દ્રાક્ષારસ ઉપર ત્યાંના યુવક-યુવતીઓ અલમસ્ત રહીને સુખસમૃદ્ધિ અને આનંદ પામશે.
બીજી કોઈપણ બાબત કરતાં જે યોગ્ય છે તે કરવાની જેઓની વધુ ઈચ્છા છે, તેઓને ધન્ય છે. કેમ કે તેઓની ઈચ્છા દેવ પૂર્ણ કરશે અને તેમને સંતોષ આપશે.
પર્વનો છેલ્લો દિવસ આવ્યો. તે ઘણો જ અગત્યનો દિવસ હતો. તે દિવસે ઈસુ ઊભો થયો અને મોટા સાદે કહ્યું, “જો કોઈ માણસ તરસ્યો હોય તો તે મારી પાસે આવે અને પીએ.
પછીથી તે દૂતે મને જીવનના પાણીની નદી બતાવી. તે નદી સ્ફટિકના જેવી ચમકતી હતી. તે નદી દેવના અને હલવાનના રાજ્યાસનમાંથી વહે છે.