પુનર્નિયમ 3:5 · ગુજરાતી બાઇબલ
આ બધાં નગરો ઊચા કોટ અને દરવાજાં સાથે ભૂંગળોવાળાં હતાં. ઉપરાંત, કોટ વગરનાં અનેક ગામો આપણે કબજે કર્યા.
Cross references
ગણના 13:28
પણ ત્યાંના લોકો શક્તિશાળી છે, તેઓનાં નગરો વિશાળ અને કિલ્લેબંધીવાળા છે. વળી અમે ત્યાં અનાકના રાક્ષસીઓને પણ જોયા.
પુનર્નિયમ 1:28
આપણે કયાં જઈ રહ્યા છીએ? આપણા જ જાતિભાઈઓએ એમ કહી આપણામાં ખૂબ ભય ઉત્પન કર્યો છે કે, “ત્યાંના લોકો આપણા કરતાં કદમાં મોટાં અને શકિતશાળી છે, તેમનાં નગરો મોટાં છે અને તેના કોટ આકાશે અડે તેવા ઊચા છે અને અમે ત્યાં કદાવરો પણ જોયાં!”‘
હિબ્રૂઓને પત્ર 11:30
લોકો વિશ્વાસથી દેવની આજ્ઞા મુજબ યરીખોના કોટની આગળ પાછળ સાત દિવસ ફર્યા અને અંતે તે કોટ તૂટી પડ્યો.