પુનર્નિયમ 3:4 · ગુજરાતી બાઇબલ
તે વખતે આપણે ઓગના સર્વ એટલે કુલ સાઠ નગરોથી સંપૂર્ણ આગોર્બ પ્રદેશ એટલે કે રાજા ઓગનું બાશાન રાજ્ય કબજે કર્યુ, તેવું એક પણ નગર ન હતું જે અમે કબજે ન કર્યુ હોય.
Cross references
ગણના 32:33
આથી મૂસાએ ગાદના અને રૂબેનના વંશજોને તથા યૂસફના પુત્ર મનાશ્શાના અર્ધકુળસમૂહને અમોરીઓના રાજા સીહોનનું રાજ્ય અને બાશાનના રાજા ઓગનું રાજ્ય, એ સમગ્ર પ્રદેશ અને તેમાંના શહેરો તથા આજુબાજુની જમીન બધું આપી દીધું.
યહોશુઆ 12:4
બાશાનનો રાજા ઓગ, જે રફાઈઓમાંનો છેલ્લો હતો તે આશ્તારોથ અને એડ્રેઈમાં રહેતો હતો;
યહોશુઆ 13:30
તેઓની હદ માંહનાઈમથી, આખું બાશાન, બાશાનના રાજા ઓગનું સમગ્ર રાજ્ય, બાશાનમાં આવેલા યાઈરનાં બધા શહેરો, કુલ 60 નગરો,
1 રાજઓ 4:13
બેનગેબેર રામોથ ગિલયાદ, મનાશ્શાના પુત્ર યાઈરના ગિલયાદમાં આવેલ ગામો તથા બાશાનમાંનો આગોર્બ પ્રદેશ પર પ્રશાશક હતો. આમાં કાંસાના સળીયાં અને દીવાલો વાળા સાંઇઠ મોટાઁ નગરો પણ સમાંયેલા હતા.