Home Bibles ☰ Books પુનર્નિયમ 27:1 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 27:1 · ગુજરાતી બાઇબલ

ત્યારબાદ મૂસાએ અને ઇસ્રાએલના આગેવાનોએ આ પ્રમાંણે જણાવ્યું, “આજે હું તમને બધાને જે આજ્ઞાઓ કરું છું તે સર્વનું પાલન કરજો.

Cross references

પુનર્નિયમ 1:1

જયારે સર્વ ઇસ્રાએલી પ્રજા યર્દન નદીને પૂવેર્ આવેલા મોઆબના રણ પ્રદેશમાં હતી, મૂસાએ તે લોકોને જે વચનો કહ્યાં હતાં તે આ પ્રમાંણે છે, તે વખતે તેઓ યર્દનકાંઠામાં સૂફની સામે હતા. તેમની એક તરફ પારાનનું રણ આવેલું હતું અને બીજી તરફ તોફેલ, લાબાન, હસેરોથ અને દીઝાહાબ આવેલાં હતાં.

પુનર્નિયમ 4:1

મૂસાએ લોકોને જણાવ્યું, “હે ઇસ્રાએલી પ્રજાજનો, હું તમને જે કાયદાઓ અને નિયમો શીખવું છું તે ધ્યાનથી સાંભળો અને તેનું પાલન કરો; તો તમે જીવતા રહી શકશો અને તમાંરા પિતૃઓના દેવ યહોવા જે ભૂમિ તમને આપી રહ્યા છે, તેમાં પ્રવેશ કરી શકશો અને તેનો કબજો પણ તમને મળશે.

પુનર્નિયમ 6:17

તમાંરા દેવ યહોવાના કાનૂનો, નિયમો અને તેમની આજ્ઞાઓનું તમાંરે ખૂબ જ કાળજીપૂર્વક પાલન કરવું.

પુનર્નિયમ 11:32

માંટે હું આજે તમાંરી સમક્ષ જે બધા કાયદાઓ અને નિયમો રજૂ કરું છું તેનું કાળજીપૂર્વક પાલન કરજો.

પુનર્નિયમ 26:16

“આજે તમાંરા દેવ યહોવા તમને આ નિયમો અને કાનૂનો પાળવાની આજ્ઞા કરે છે; તમાંરે પ્રામાંણિકતાથી હૃદયપુર્વક તેમને પાળવાના છે.

1 કાળવ્રત્તાંત 28:8

ત્યારબાદ દાઉદે સુલેમાન તરફ ફરીને કહ્યું, “આથી હવે આખા ઇસ્રાએલની, એટલે કે યહોવાના સમાજની સમક્ષ અને યહોવાની સમક્ષ હું તમને સૌને તમારા દેવ યહોવાની આજ્ઞાઓનો અભ્યાસ કરવાનું અને અનુસરવાનું જણાવું છું. જેથી તમે આ સમૃદ્ધ ભૂમિના માલિક રહો અને તમારા પછી તમારા વંશજોને એ કાયમ માટે વારસામાં આપી જઇ શકો.

લૂક 11:28

પણ ઈસુએ કહ્યું, “જે લોકો દેવની વાત સાંભળે છે અને પાળે છે; તેઓ સાચા સુખી લોકો છે.”

યોહાન 15:14

હું તમને જે કહું તે જો તમે કરો તો તમે મારા મિત્રો છો.

1 થેસ્સલોનિકીઓને 4:1

ભાઈઓ અને બહેનો, હવે મારે તમને બીજી કેટલીક વાતો કહેવાની છે. દેવને પ્રસન્ન કરે તે રીતે કેમ જીવવું તે વિષે અમે તમને દર્શાવ્યુ છે. અને તમે તે જ રીતે જીવી રહ્યાં છો. હવે અમે તમને પ્રભુ ઈસૂમાં જીવવા માટે વધુ ને વધુ આગ્રહ અને પ્રોત્સાહન આપીએ છીએ.

યાકૂબનો 2:10

કોઈ વ્યક્તિ આખા નિયમશાસ્ત્રનું પાલન કરે, પણ જો એક આજ્ઞાનો ભંગ કરે, તો તે નિયમની બધી જ આજ્ઞાઓનો ભંગ કરનાર જેટલો જ ગુનેગાર ઠરે છે.

Interlinear

Choose Theme