Home Bibles પુનર્નિયમ 26:13 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 26:13 · ગુજરાતી બાઇબલ

પછી તમાંરે તમાંરા દેવ યહોવા સમક્ષ કહેવું કે, ‘મેં માંરા ઘરેથી બધી વસ્તુઓનો દશાંશ ભાગ કાઢી લીધો છે અને તે લેવીઓને, વિદેશીઓને, વિધવાઓને અને અનાથોને તમાંરી આજ્ઞા મુજબ આપી દીધો છે. તમાંરી એકપણ આજ્ઞાનો મેં ભંગ કર્યો નથી તેમજ હું ભૂલ્યો પણ નથી.

Cross references

પુનર્નિયમ 14:29

લેવીઓ, જેઓને પોતાની કોઇ જમીન નથી તેમજ તમાંરા ગામમાં રહેતા વિદેશીઓ, વિધવાઓ અને અનૅંથો આવીને ખાઈને સંતોષ પ્રાપ્ત કરે, આમ કરશો તો તમાંરો દેવ યહોવા તમે જે કાંઈ કામ હાથમાં લેશો તેમાં તમને લાભ આપશે. અને તેમના આશીર્વાદ તમાંરા પર ઉતરશે.

પુનર્નિયમ 24:19

“જયારે પાકની કાપણી કરો ત્યારે એકાદ પૂળો ખેતરમાં રહી જાય, તો તે લેવા પાછા ખેતરે જવું નહિ; વિદેશીઓ, અનાથો તથા વિધવાઓ માંટે તેને ત્યાં જ પડયો રહેવા દેવો, જેથી તમાંરા યહોવા દેવ તમને આશીર્વાદ આપશે અને તમાંરા કામમાં લાભ આપશે.

પુનર્નિયમ 26:12

“પ્રત્યેક ત્રીજું વર્ષ ખાસ દશાંશનું વર્ષ ગણવું. તે વષેર્ તમાંરે તમાંરો સર્વ દશાંશ લેવીઓને, વિદેશીઓને, વિધવાઓને અને અનાથોને આપવો જેથી તેઓ તમાંરાં ગામોમાં ધરાઈને ખાવા પામે.

અયૂબ 31:16

મેં ગરીબોને કશું આપ્યું ન હોય તેવું કદી બન્યું નથી અને વિધવાઓને મેં કદી રડાવી નથી.

ગીતશાસ્ત્ર 18:21

કારણ કે મેં યહોવાની આજ્ઞા પાળી છે, અને મેં તેમની વિમુખ થઇને ભૂંડાઇ કરી નથી.

ગીતશાસ્ત્ર 18:22

હું તેમનાં સર્વ નિયમોને કાળજીપૂર્વક અનુસર્યો છું. મેં તેમની આજ્ઞા હંમેશા મારી સંમુખ રાખી છે અને તેમાની એકેય આજ્ઞાની અવગણના કરી નથી.

ગીતશાસ્ત્ર 26:1

હે યહોવા, મારો ન્યાય કરો, હું સદા પ્રામાણિકપણે વત્ર્યો છું. મારો યહોવા પરનો વિશ્વાસ કદાપિ ડગ્યો નથી. મારી વિરુદ્ધના લોકોની સામે મને સર્વ આક્ષેપોમાંથી નિદોર્ષ જાહેર કરો.

ગીતશાસ્ત્ર 26:6

હું મારી નિદોર્ષતા સાબિત કરવા મારા હાથ ધોઇશ; હે યહોવા, એ પ્રમાણે જ હું વેદીની પ્રદક્ષિણા કરીશ.

ગીતશાસ્ત્ર 119:93

હું કદી ભૂલીશ નહિ તમારા શાસનોને, કારણકે તમે મને તેઓથીજ જિવાડ્યો છે.

ગીતશાસ્ત્ર 119:139

તમારા માટેનો મારો ઉત્સાહ મને ક્ષીણ કરી રહ્યો છે, કારણ મારા શત્રુઓ તમારા નિયમોને ભૂલી ગયાં છે.

ગીતશાસ્ત્ર 119:141

જો કે હું યુવાન છું અને લોકો મને માન આપતાં નથી, હું તમારા શાસનોને કદી ભૂલી જતો નથી.

ગીતશાસ્ત્ર 119:153

મારા સંકટ સામે જુઓ અને મારી રક્ષા કરો; કારણ, હું તમારો નિયમ ભૂલતો નથી.

ગીતશાસ્ત્ર 119:176

હું ભૂલા પડેલા ઘેટાઁની જેમ ભટકી ગયો છું; તમે આવો અને મને તમારા સેવકને શોધી કાઢો. કારણકે હું તમારી આજ્ઞાઓને ભૂલ્યો નથી.

નીતિવચનો 3:1

મારા દીકરા! મારો ઉપદેશ ભૂલી જઇશ નહિ. પરંતુ તારા હૃદયમાં મારી આજ્ઞાઓને સંઘરી રાખજે,

પ્રેરિતોનાં ક્રત્યો 24:16

તેથી હું હંમેશા મને જેમાં વિશ્વાસ છે તે કરવા પ્રયત્ન કરું છું. તે દેવ અને માણસો સમક્ષ સાચું છે એમ માનીને તેમ કરવા પ્રયત્ન કરું છું.

2 કરિંથીઓને 1:12

અમે આ માટે ગર્વ અનુભવીએ છીએ, અને હું હૃદયપૂર્વક આ સત્ય કહુ છું. અમે દુનિયામાં જે કઈ વસ્તુ કરી છે, તે બધી જ, દેવ પ્રેરિત, પ્રામાણિક અને શુદ્ધ હૃદયથી કરી છે. અને તમારી સાથે અમે જે વસ્તુ કરી છે તે અંગે તો આ વધુ સત્ય છે. અમે દેવની કૃપાથી જ આ કર્યુ, નહિ કે દુનિયાના ડહાપણને કારણે.

2 કરિંથીઓને 11:31

દેવ જાણે છે કે હું ખોટું નથી બોલતો. તે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ અને પિતા છે, અને સદાકાળ તેને સ્તુત્ય છે.

1 થેસ્સલોનિકીઓને 2:10

જ્યારે તમો વિશ્વાસીઓની સાથે અમે હતા ત્યારે, અમે પવિત્ર અને સત્યનિષ્ઠ જીવન નિષ્કલંક રીતે જીવ્યા હતા, તમે જાણો છો કે આ સત્ય છે અને દેવ જાણે છે કે આ સત્ય છે.

1 યોહાનનો પત્ર 3:17

ધારો કે એક વિશ્વાસી કે જે ખૂબ ધનવાન હોવાથી તેની પાસે જરુંરી બધી જ વસ્તુઓ હોય છે. તે ખ્રિસ્તમાં તેના ભાઈને જુએ છે જે ગરીબ છે અને તેની જરુંરી વસ્તુઓ તેની પાસે નથી. તો પછી જો વિશ્વાસી પાસે વસ્તુઓ હોય અને ગરીબ ને મદદ ન કરે તો શું? પછી જે વિશ્વાસી પાસે જરુંરી વસ્તુઓ છે પરંતુ તેના હૃદયમાં દેવની પ્રીતિ હોતી નથી.

Interlinear

Choose Theme