Home Bibles પુનર્નિયમ 17:15 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 17:15 · ગુજરાતી બાઇબલ

તો તમાંરે તમાંરા યહોવા દેવ જે વ્યકિતને પસંદ કરે તેને જ તમાંરે રાજા તરીકે નિયુકત કરવો. પરંતુ તે ઇસ્રાએલી હોવો જોઈએ, વિદેશી નહિ.

Cross references

1 શમુએલ 9:15

શાઉલ આવ્યો તેને આગલે દિવસે યહોવાએ શમુએલને કહ્યું હતું,

1 શમુએલ 10:24

શમુએલે લોકોને કહ્યું, “યહોવાએ પસંદ કરેલા માંણસને તમે જોયો છે? સમગ્ર પ્રજામાં એના જેવો કોઇ નથી.”પછી લોકોએ પોકાર્યું, “રાજા ઘણું જીવો.”

1 શમુએલ 16:3

યશાઇને એ યજ્ઞમાં બોલાવજે. પછી તારે શું કરવાનું છે તે હું તને કહીશ. જે વ્યકિત હુઁ તને દેખાડું, તમાંરે તેનો રાજા તરીકે અભિષેક કરવો.”

1 શમુએલ 16:12

એટલે યશાઇએ તેને લાવવા માંણસ મોકલ્યો, તે દેખાવે રૂપાળો હતો, તેનો ચહેરો લાલ અને આંખો તેજસ્વી હતી.યહોવાએ કહ્યું, “તે પસંદ કરાયેલો છે. ઊઠ, અને એનો અભિષેક કર.”

2 શમએલ 5:1

પછી ઇસ્રાએલના સર્વ કુળસમૂહો દાઉદને મળવા હેબ્રોનમાં આવ્યા, તેઓએ તેમને કહ્યું, “અમે તમાંરા સગા ભાઈઓ છીએ. અમે તમાંરા રકતમાંસ છીએ.

2 શમએલ 5:2

ભૂતકાળમાં જયારે અમાંરો રાજા શાઉલ હતો ત્યારે પણ યુદ્ધમાં તમે જ ઇસ્રાએલી સૈન્યની આગેવાની લેતા હતા, અને યહોવાએ તમને કહ્યું કે, ‘માંરી પ્રજા ઇસ્રાએલની સારસંભાળ લેનાર માંણસ તું જ છે, તું જ તેમનો શાસનકર્તા થનાર છે.”‘

1 કાળવ્રત્તાંત 12:23

યહોવાએ વચન આપ્યા પ્રમાણે શાઉલને બદલે દાઉદને રાજા બનાવવા માટે જે યોદ્ધાઓ હેબ્રોન ખાતે આવી મળ્યા તેમની સંખ્યા નીચે મુજબ છે;

1 કાળવ્રત્તાંત 22:10

તે મારે માટે મંદિર બાંધશે. તે મારો પુત્ર થશે અને હું તેનો પિતા થઇશ, અને હું ઇસ્રાએલમાં તેનું શાસન કાયમ કરીશ.”‘

1 કાળવ્રત્તાંત 28:5

અને મારા બધા પુત્રોમાંથી-કારણ, યહોવાએ મને ઘણા પુત્રો આપ્યા છે- યહોવાના રાજ્ય સમાન ઇસ્રાએલની રાજગાદી પર બેસવા માટે સુલેમાનને પસંદ કર્યો.

ગીતશાસ્ત્ર 2:2

કારણ, આ રાષ્ટના રાજાઓ અને નેતાઓ, યહોવા અને તેણે પસંદ કરેલા રાજાઓની વિરુદ્ધ જોડાયા છે.

ગીતશાસ્ત્ર 2:6

યહોવા કહે છે, “મારા પવિત્ર સિયોન પર્વત પર મેં મારા રાજાને અભિષિકત કર્યો છે.”

ગીતશાસ્ત્ર 89:20

મારો સેવક દાઉદ મને મળ્યો છે; મેં તેને મારા પવિત્ર તેલથી અભિષિકત કર્યો છે.

ચર્મિયા 2:25

જો જે, તારા પગની ખરી ઘસાઇ ન જાય, જો જે તારે ગળે પાણીનો શોષ ન પડે! પણ તું કહે છે, ‘એ નહિ સાંભળું મને અજાણ્યાઓ પ્રત્યે પ્રીતિ છે અને મારે તેમની પાછળ જ જવું છે.’

ચર્મિયા 30:21

તેઓને ફરીથી પોતાનો રાજા મળશે, જે પરદેશી નહિ હોય, હું તેને મારી પાસે બોલાવીશ, અને તે મારી પાસે આવશે. કારણ કે વગર આમંત્રણે મારી પાસે આવવાની કોની હિંમત છે?

માથ્થી 22:17

તો તું અમને કહે કે, કૈસરને કર આપવો તે શું ઉચિત છે? હા કે ના?”

Interlinear

Choose Theme