Home Bibles ☰ Books આમોસ 7:16 · ગુજરાતી બાઇબલ
આમોસ 7:16 · ગુજરાતી બાઇબલ

એટલે હવે તું યહોવાના વચન સાંભળ: ‘તું મને એમ કહે છે કે, તું ઇસ્રાએલ વિરૂદ્ધ પ્રબોધ કરીશ નહિ અને ઇસહાકના વંશજો વિરૂદ્ધ બોલીશ નહિ.’

Cross references

પુનર્નિયમ 32:2

માંરા ઉપદેશો વર્ષાની જેમ વરસશે, માંરાં શબ્દો ઝાકળની જેમ પડશે ઘાસ પર પડતા વર્ષાના ટીંપાની જેમ, ફુલ પર પડતા છાંટાની જેમ ખરશે.

1 શમુએલ 15:16

શમુએલે શાઉલને કહ્યું, “થોભો, ગઈ રાત્રે યહોવાએ મને શું કહ્યું તે માંરે તને કહેવુંજ પડશે.”શાઉલ બોલ્યો, “કહો.”

1 રાજઓ 13:1

યરોબઆમ વેદી પાસે બલિદાનો ચડાવવા માંટે ઊભો હતો, ત્યારે યહોવાએ એક દેવના માંણસને યહૂદાથી બેથેલ મોકલ્યો.

1 રાજઓ 22:19

મીખાયાએ વધુમાં કહ્યું, “હવે યહોવાની વાણી સાંભળો, મેં યહોવાને તેના સિંહાસન પર આકાશમાં બિરાજેલા જોયા છે. તેમને જમણે અને ડાબે બધા દેવદૂતો તેમની સેવામાં ઊભા છે.

2 રાજઓ 14:24

તેણે યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યુ. નબાટના પુત્ર યરોબઆમે ઇસ્રાએલીઓને પાપકમોર્ કરવા પ્રેર્યા હતાં તે એણે છોડયાં નહિ,

યશાયા 30:10

તેઓ દષ્ટાઓને કહે છે, “જોશો નહિ.” પ્રબોધકોને કહે છે, “અમને સત્ય સંભળાવશો નહિ, અમને મીઠી મીઠી વાતો અને ભ્રામક દર્શનો વિષે કહેજો.

ચર્મિયા 28:15

ત્યારબાદ યમિર્યાએ પ્રબોધકને કહ્યું, “સાંભળ હનાન્યા, યહોવાએ તને મોકલ્યો નથી, અને તારે કારણે આ લોકો જૂઠાણામાં માને છે,

યર્મિયાનો વિલાપ 16:35

“તેથી હવે હે વારાંગના, યહોવાના વચન સાંભળ.

યર્મિયાનો વિલાપ 20:46

“હે મનુષ્યના પુત્ર, તું દક્ષિણ તરફ જો અને નેગેબના જંગલો તરફ જોઇને ભવિષ્ય ભાખ.

યર્મિયાનો વિલાપ 21:2

“હે મનુષ્યના પુત્ર, યરૂશાલેમ તરફ જો અને ઇસ્રાએલ વિરુદ્ધ અને મારા મંદિરની વિરુદ્ધ પ્રબોધ કર.

આમોસ 7:13

પણ હવે પછી તારા દર્શનોથી અહીં બેથેલમાં પ્રબોધ કરીશ નહિ. કારણકે એ તો રાજાનું પવિત્રસ્થાન છે, ને એ રાજમંદિર છે.”

મીખાહ 2:6

લોકો મને કહે છે, “તમારે પ્રબોધ કરવો નહિ, તમે આવી વસ્તુઓ પ્રબોધવા માટે નથી, આપણી ઉપર અવકૃપા નહિ આવે.”

Interlinear

Choose Theme