રણશિંગડું નગરમાં વગાડવામાં આવે તો લોકો ડર્યા વિના રહે? શું યહોવાની મરજી વિના યહોવાના હાથ વિના નગર પર આફત આવે ખરી?
Cross references
તમે માંરી સાથે દુષ્ટતા કરવા ચાહી પણ દેવની યોજના સારું કરવાની હતી, કે, જેથી ઘણા લોકોના જીવન બચી જાય, અને આજે એમજ થયું છે.
હજી તો એલિશા આ વાત કરતો હતો, ત્યાં જ રાજા આવી પહોંચ્યો, અને બોલ્યો, “આ આફત જરૂર યહોવા તરફથી આવેલી છે! મારે યહોવા પાસેથી વધારે મદદની અપેક્ષા શા માટે રાખવી જોઈએ?”
સૈન્યોના દેવ યહોવા સમપૂર્વક કહે છે કે, “મારી યોજના પ્રમાણે જ બધું થશે. મારી ઇચ્છા અનુસાર જ બધું બનશે.
હું જ પ્રકાશનો સર્જક છું અને અંધકારનો ઉત્પાદક છું. સુખદુ:ખ એ મારું સર્જન છે, હું યહોવા આ બધું કરું છું.
“યરૂશાલેમમાં અને સર્વ યહૂદિયામાં પોકારીને કહો કે, આખા દેશમાં ભય દર્શાવતું રણશિંગડું વગાડો. ‘તમારા જીવ બચાવવાને દોડો! કિલ્લેબંધ નગરોમાં નાસી જાઓ!’
અરે! ઓહ! માંરુ અંતર કેવું વલોવાય છે! મારી છાતી કેવી ધડકે છે! હું શાંત રહી શકતો નથી, કારણ મેં રણશિંગડાનો ધ્વનિ સાંભળ્યો છે.
આ હું યહોવા બોલું છું “શું તમે મને જોઇને થથરી નહિ જાઓ? મેં સાગરને રેતીની પાળ બાંધી છે; એ પાળ કાયમી છે; સાગર એને ઓળંગી શકે નહિ, સાગર ગમે તેટલો તોફાને ચડે પણ કઇં કરી શકે નહિ. એનાં મોજાં ગમે તેટલી ગર્જના કરે પણ એને ઓળંગી નહિ શકે.
હે બિન્યામીનના લોકો, જીવ બચાવવા ભાગો, યરૂશાલેમમાંથી નીકળી જાઓ, તકોઆમાં રણશિંગડું વગાડો અને બેથ-હાક્કેરેમ પર ચેતવણીનો દીવો પેટાવો, સર્વને ચેતવણી આપો કે ઉત્તર તરફથી સાર્મથ્યવાન લશ્કર મહાવિનાશ કરવા આવી રહ્યું છે.
હે લોકાધિપતિ, તમારો ભય કોને નહિ લાગે? તમારાથી તો ડરીને જ ચાલવું જોઇએ. સર્વ પ્રજાઓનાં જ્ઞાનીઓમાં અને બધા રાજાઓમાં તમારા જેવું કોઇ નથી.
જ્યારે તે લશ્કરને દેશ પર ચઢી આવતું જુએ છે ત્યારે તે લોકોને ચેતવવા રણશિંગુ ફૂંકે છે.
ચેતવણીનો ઘંટ વગાડો! ગિબયાહમાં તથા રામામાં અને બેથ-આવેન સુધી રણશિંગડું વગાડી ચેતવણી આપો; બિન્યામીનનો પ્રદેશ ધ્રુજી ઊઠો!
કોટવાળાં નગરો વિરૂદ્ધ તથા ઊંચા બુરજો વિરૂદ્ધ રણશિંગડાનો તથા ભયસૂચક નાદનો દિવસ છે.
તમને ઈસુ સોંપવામાં આવ્યો, અને તમે તેની હત્યા કરી. દુષ્ટ માણસોની સહાયથી તમે ખીલા ઠોકીને ઈસુને વધસ્તંભે જડાવ્યો. પણ દેવ તો જાણતો હતો કે આ બધું થવાનું છે. આ દેવની યોજના હતી. ઘણા સમય પહેલા દેવે આ યોજના ઘડી હતી.
આ લોકો જે ઈસુની વિરૂદ્ધ આવીને ભેગા મળ્યા છે જેથી તારી યોજના પૂર્ણ થઈ. તારા સાર્મથ્ય અને તારી ઈચ્છાથી તે બન્યું.
પ્રભુના ભયનો અર્થ શું છે તે અમે જાણીએ છીએ. જેથી લોકો સત્યને સ્વીકારે તે માટે મદદરૂપ થવા અમે પ્રયત્ન કરીએ છીએ. દેવ જાણે છે કે અમે ખરેખર શું છીએ. અને મને આશા છે કે તમારા અંતરમાં તમે અમને પણ જાણો છો.