Home Bibles પ્રેરિતોનાં ક્રત્યો 9:10 · ગુજરાતી બાઇબલ
પ્રેરિતોનાં ક્રત્યો 9:10 · ગુજરાતી બાઇબલ

ત્યાં દમસ્કમાં ઈસુનો શિષ્ય હતો. તેનું નામ અનાન્યા હતું. પ્રભુ તેને દર્શન દઇને બોલ્યો. પ્રભુએ કહ્યું, “અનાન્યા!”અનાન્યાએ કહ્યું, “હું અહી છું, પ્રભુ.”

Cross references

ઊત્પત્તિ 22:1

આ બધું થઈ ગયા પછી દેવે ઇબ્રાહિમના વિશ્વાસની કસોટી કરવાનું નકકી કર્યુ. દેવે તેને કહ્યું, “ઇબ્રાહિમ!”ત્યારે ઇબ્રાહિમે ઉત્તર આપ્યો, “હું આ રહ્યો.”

ઊત્પત્તિ 31:11

પછી દેવના દૂતે મને સ્વપ્નમાં કહ્યું, ‘યાકૂબ!’“એટલે મેં કહ્યું, ‘જી!’

નિર્ગમન 3:4

યહોવાએ જોયું કે મૂસા ઝાડીને જોવા આવી રહ્યો છે, તેથી દેવે ઝાડીમાંથી તેને બૂમ પાડી, “મૂસા, મૂસા!”અને મૂસાએ જવાબ આપ્યો, “હા, હું અહીં છું.”

ગણના 12:6

“જ્યારે તે બંને જણ આગળ ગયાં એટલે દેવે કહ્યું, હું કહું તે ધ્યાનથી સાંભળો. પ્રબોધકોની સાથે હું સ્વપ્નમાં દર્શન આપીને વાત કરું છું.

1 શમુએલ 3:4

તે સમયે યહોવાએ તેને હાંક માંરી, “શમુએલ!” શમુએલે કહ્યું “હું અહિંયાં છું!”

1 શમુએલ 3:8

જયારે યહોવાએ તેને ત્રીજી વાર હાંક માંરી ત્યારે તે ફરીથી એલીની પાસે જઈને બોલ્યો, “તમે મને બોલાવ્યો? હું આ રહ્યો.”ત્યારે એલી સમજી ગયો કે યહોવા છોકરાને બોલાવે છે.

2 શમએલ 15:26

પણ જો યહોવા માંરા પર પ્રસન્ન ન હોય તો તેમની નજરમાં માંરા માંટે જે સાચું લાગશે તે કરશે.”

યશાયા 6:8

પછી મેં યહોવાને એવું બોલતા સાંભળ્યાં કે, “હું કોને મોકલું? કોણ મારા સંદેશા લઇ જશે?”એટલે મેં કહ્યું, “આ હું હાજર છું, મને મોકલો.”

દારિયેલ 2:19

ત્યારબાદ રાત્રીના સમયે સંદર્શનમાં દેવે દાનિયેલને રાજાનું સ્વપ્ન તથા તેના રહસ્યનો ભેદ જણાવ્યો અને તેણે સ્વર્ગાધિપતિ દેવની આ પ્રમાણે પ્રશંશા કરી.

પ્રેરિતોનાં ક્રત્યો 2:17

“દેવ કહે છે કે: છેલ્લા દિવસોમાં, હું મારો આત્મા બધા લોકો પર રેડી દઈશ. તમારા પુત્રો અને પુત્રીઓ પ્રબોધ કરશે. તમારા જુવાનોને સંદર્શનો થશે. તમારા વૃદ્ધોને ખાસ સ્વપ્નો આવશે.

પ્રેરિતોનાં ક્રત્યો 9:12

શાઉલે એક દર્શન જોયું છે. આ દર્શનમાં આનાન્યા નામનો માણસ તેની પાસે આવ્યો અને તેના પર હાથ મૂક્યો. પછી શાઉલ ફરિથી જોઈ શક્યો.”

પ્રેરિતોનાં ક્રત્યો 10:3

એક બપોરે લગભગ ત્રણ કલાકે કર્નેલિયસે એક દર્શન જોયું. તેણે તે સ્પષ્ટ રીતે જોયું. દેવનો એક દૂત દર્શનમાં તેની પાસે આવ્યો અને કહ્યું, “કર્નેલિયસ!”

પ્રેરિતોનાં ક્રત્યો 10:17

પિતર મુંઝાઈ ગયો. આ દર્શનનો અર્થ શો?કર્નેલિયસે જે માણસોને મોકલ્યા હતા તેઓએ સિમોનનું ઘર શોધી કાઢ્યું. તેઓ દરવાજા પાસે આવીને ઊભા રહ્યાં.

પ્રેરિતોનાં ક્રત્યો 22:12

“દમસ્કમાં અનાન્યાનામનો માણસ મારી પાસે આવ્યો. અનાન્યા ધર્મિષ્ઠ માણસ હતો. તે મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરતો હતો. ત્યાં રહેતા બધા જ યહૂદિઓ તેને માન આપતા.

Interlinear

Choose Theme