Home Bibles ઊત્પત્તિ 31:11 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 31:11 · ગુજરાતી બાઇબલ

પછી દેવના દૂતે મને સ્વપ્નમાં કહ્યું, ‘યાકૂબ!’“એટલે મેં કહ્યું, ‘જી!’

Cross references

ઊત્પત્તિ 16:7

રણપ્રદેશમાં શૂરને રસ્તે આવેલા ઝરણા પાસે હાગારને યહોવાનો દૂત મળ્યો.

ઊત્પત્તિ 18:1

પછી ફરીથી યહોવા ઇબ્રાહિમ આગળ માંમરેનાં એલોનવૃક્ષો પાસે પ્રગટ થયા. તે દિવસે બપોરે, ઇબ્રાહિમ તેના તંબુના પ્રવેશદ્વાર આગળ બેઠો હતો.

ઊત્પત્તિ 18:17

યહોવાએ વિચાર્યું, “જે હું હમણા કરવાનો છું તે શું ઇબ્રાહિમને કહી દઉં?

ઊત્પત્તિ 22:1

આ બધું થઈ ગયા પછી દેવે ઇબ્રાહિમના વિશ્વાસની કસોટી કરવાનું નકકી કર્યુ. દેવે તેને કહ્યું, “ઇબ્રાહિમ!”ત્યારે ઇબ્રાહિમે ઉત્તર આપ્યો, “હું આ રહ્યો.”

ઊત્પત્તિ 22:15

યહોવાના દૂતે આકાશમાંથી બીજી વાર ઇબ્રાહિમને સાદ કરીને કહ્યું.

ઊત્પત્તિ 31:5

યાકૂબે રાહેલ અને લેઆહને કહ્યું, “હું જાણું છું કે, તમાંરા પિતાજી માંરા પ્રત્યે રોષે ભરાયેલ છે, તેમનો માંરા પ્રત્યે પહેલા જેવો મૈત્રી ભાવ નથી. પણ માંરા પિતાનો દેવ માંરી સાથે છે.

ઊત્પત્તિ 31:13

હું એ દેવ છું, જે બેથેલમાં તારી પાસે આવેલ એ જગ્યાએ તેં એક વેદી બનાવી અને તેલથી તેનો અભિષેક કર્યો હતો. અને માંરી આગળ શપથ લીધા હતા. હવે ઊભો થા, અને અત્યારે જ આ જગ્યા છોડી દે, અને તારા જન્મસ્થળે પાછો જા.”‘

ઊત્પત્તિ 48:15

પછી તેણે યૂસફને આશીર્વાદ આપતાં કહ્યું,“જે દેવની સાક્ષીએ માંરા પિતૃઓ ઇબ્રાહિમ અને ઇસહાક ચાલતા હતા, જે દેવે મને સમગ્ર જીવનપર્યત સંભાળ્યો.

નિર્ગમન 3:4

યહોવાએ જોયું કે મૂસા ઝાડીને જોવા આવી રહ્યો છે, તેથી દેવે ઝાડીમાંથી તેને બૂમ પાડી, “મૂસા, મૂસા!”અને મૂસાએ જવાબ આપ્યો, “હા, હું અહીં છું.”

1 શમુએલ 3:4

તે સમયે યહોવાએ તેને હાંક માંરી, “શમુએલ!” શમુએલે કહ્યું “હું અહિંયાં છું!”

1 શમુએલ 3:6

યહોવાએ ફરી વાર શમુએલને હાંક માંરી અને તે ઊઠીને એલી પાસે જઈને બોલ્યો, “તમે મને બોલાવ્યો? હું આ રહ્યો.”એલીએ કહ્યું, “મેં તને બોલાવ્યો નથી. પાછો સૂઈ જા.”

1 શમુએલ 3:8

જયારે યહોવાએ તેને ત્રીજી વાર હાંક માંરી ત્યારે તે ફરીથી એલીની પાસે જઈને બોલ્યો, “તમે મને બોલાવ્યો? હું આ રહ્યો.”ત્યારે એલી સમજી ગયો કે યહોવા છોકરાને બોલાવે છે.

1 શમુએલ 3:16

એલીએ શમુએલને બોલાવ્યો, “શમુએલ, માંરા પુત્ર.”શમુએલે જવાબ આપ્યો, “હુ આ રહ્યો.”

યશાયા 58:9

ત્યારબાદ તમે યહોવાને વિનંતી કરશો, તો તે તમને અવશ્ય પ્રત્યુત્તર આપશે, તે ઝડપથી પ્રત્યુત્તર આપતાં કહેશે; હા હું આ રહ્યો.”તમારે કેવળ આટલું કરવાનું છે: “નિર્બળ પર ત્રાસ આપવાનું બંધ કરો. કોઇના તરફ આંગળી ચીંધીને ખોટા આક્ષેપો કરવાનું છોડી દો;

Interlinear

Choose Theme