પ્રેરિતોનાં ક્રત્યો 27:13 · ગુજરાતી બાઇબલ
પછી દક્ષિણ તરફથી સારો પવન ફૂંકાવાની શરૂઆત થઈ. વહાણ પરના માણસોએ વિચાર્યુ: “આપણે જોઈએ છે તે આ પવન છે. હવે તે આપણી પાસે છે!” તેથી તેઓએ લંગર ખેંચ્યું અને ક્રીત કિનારાની નજીક હંકારી ગયા.
Cross references
અયૂબ 37:17
પણ અયૂબ, તું આ બાબતો જાણતો નથી. તું એટલુંજ જાણે છે કે તને જ્યારે પરસેવો થાય ત્યારે તારા કપડાં તારી ચામડી ને ચોંટી જાય છે. અને જ્યારે દક્ષિણ દિશામાંથી હુફાળો પવન વાય છે ત્યારે બધું શાંત અને સૂમસામ થઇ જાય છે.
ગીતશાસ્ત્ર 78:26
દેવે તેમનાં મહાન સાર્મથ્યથી દક્ષિણ અને પૂર્વનો પવન ફૂંકાવ્યો.
સભાશિક્ષક 4:16
હે ઉત્તરના વાયુ, તું જાગૃત થા, અને હે દક્ષિણના વાયુ, તું આવ, મારા બગીચામાં થઇને તું પસાર થા, જેથી તેની સુવાસ સર્વત્ર ફેલાય, મારો પ્રીતમ પોતાના બગીચામાં આવે અને તેના શ્રે ફળો આરોગે.
લૂક 12:55
જ્યારે તમને લાગે છે કે દક્ષિણમાંથી પવન ફૂંકાય છે ત્યારે તમે કહો છો કે, ‘તે દિવસે ખૂબ ગરમી પડશે, અને તમે સાચા છો.’