Home Bibles પ્રેરિતોનાં ક્રત્યો 24:2 · ગુજરાતી બાઇબલ
પ્રેરિતોનાં ક્રત્યો 24:2 · ગુજરાતી બાઇબલ

પાઉલને સભામાં લઈ જવામાં આવ્યો. તેર્તુલુસે તેના પર તહોમત મૂકવાનું શરૂ કર્યુ.તેર્તુલસે કહ્યું, “નેકનામદાર ફેલિક્સ! અમારા લોકો તારા કારણે સુખશાંતિ ભોગવે છે. તારી દીર્ધદષ્ટિથી આપણા દેશની ઘણી ખોટી વસ્તુઓને સાચી બનાવાઇ હતી.

Cross references

ગીતશાસ્ત્ર 10:3

ખરેખર દુષ્ટ લોકો તેમની દુષ્ટ ઇચ્છાઓનું અભિમાન કરે છે; લોભીઓને યહોવામાં વિશ્વાસ હોતો નથી, અને તેઓ તેમની નિંદા કરે છે.

ગીતશાસ્ત્ર 12:2

લોકો તેમના પોતાના પડોશીઓ સાથે જૂઠ્ઠુ બોલે છે. લોકો જૂઠાણાંથી એકબીજાની ખોટી પ્રશંસા કરે છે.

નીતિવચનો 26:28

જૂઠી જીભે પોતે જેઓને ઘાયલ કર્યા છે, તેમનો તે દ્વેષ કરે છે; અને ખુશામત કરનાર વ્યકિતને લોકો નકારે છે.

નીતિવચનો 29:5

જે માણસ પોતાના પડોશીના ખોટા વખાણ કરે છે તે તેને ફસાવવા જાળ પાથરે છે.

પ્રેરિતોનાં ક્રત્યો 24:26

પણ ફેલિકસ પાસે પાઉલની સાથે વાત કરવા બીજું એક કારણ હતું. ફેલિકસે આશા રાખી કે પાઉલ તેને લાંચ (પૈસા) આપશે. તેથી ફેલિક્સે પાઉલને વારંવાર બોલાવ્યો અને તેની સાથે વાત કરી.

યહૂદાનો પત્ર 1:16

આ લોકો હંમેશા બીજા લોકોમાં ભૂલો શોધે છે અને ફરિયાદ કરે છે. તેઓ હંમેશા તેઓની ઈચ્છા મુજબ દુષ્ટ કૃત્યો કરે છે. તેઓ પોતાની જાત વિશે દંભ કરે છે. તેઓ ફક્ત પોતાની ઈચ્છા પ્રમાણે પ્રાપ્ત કરવા, સ્વાર્થ સાધવા માટે બીજા લોકો માટે સારું બોલે છે.

Interlinear

Choose Theme