Home Bibles પ્રેરિતોનાં ક્રત્યો 21:7 · ગુજરાતી બાઇબલ
પ્રેરિતોનાં ક્રત્યો 21:7 · ગુજરાતી બાઇબલ

અમે તૂરથી પ્રવાસ ચાલુ રાખ્યો અને તોલિમાઈના શહેરમાં ગયા. અમે ત્યાં ભાઈઓને શુભેચ્છા પાઠવી અને તેઓની સાથે એક દિવસ રહ્યા.

Cross references

1 શમુએલ 10:4

ત્યાં તેઓ તને પ્રણામ કરીને તને બે રોટલા આપશે. તારે એ બે રાટેલા તેમની પાસેથી સ્વીકારી લેવા.

1 શમુએલ 13:10

અર્પણોની વિધિ તે પૂર્ણ કરી રહ્યો ત્યાં જ શમુએલ આવી પહોંચ્યો. શાઉલ તેને આવકાર આપવા સામે ગયો.

માથ્થી 5:47

જો તમે તમારા મિત્રો પ્રત્યે સારા હશો તો તમે બીજા કરતા સારા નહિ ગણાવ, જે લોકો દેવ વિનાના છે તે પણ તેમના મિત્રો માટે સારા છે.

પ્રેરિતોનાં ક્રત્યો 12:20

હેરોદ તૂરના તથા સિદોન શહેરોના લોકો પર ઘણો જ ગુસ્સે હતો. તે બધા લોકો સમૂહમાં હેરોદ પાસે આવ્યા. તેઓ તેઓના પક્ષમાં બ્લાસ્તસને લેવા શક્તિમાન હતા. બ્લાસ્તસ રાજાનો ખાનગી સેવક હતો. લોકોએ હેરોદને શાંતિ માટે પૂછયું, કારણ કે તેઓના દેશને ખોરાકના પૂરવઠા માટે હેરોદના પ્રદેશ પર આધાર રાખવો પડતો હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 18:22

પાઉલ કૈસરિયાના શહેરમાં ગયો. પછી તે યરૂશાલેમમાં મંડળીને અભિનંદન આપવા ગયો. તે પછી પાઉલ અંત્યોખ શહેરમાં ગયો.

પ્રેરિતોનાં ક્રત્યો 21:10

અમારા ઘણા દિવસો ત્યાં રહ્યા બાદ આગાબાસ નામનો પ્રબોધક યહૂદિયાથી આવ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 21:19

પાઉલે તે બધાને અભિનંદન પાઠવ્યા. પછીથી તેણે તેઓને દેવે બિનયહૂદિ લોકોમાં તેમની પાસે કેવી રીતે સેવા કરાવી તે વિગતે કહ્યું. તેણે તેઓને દેવે તેઓના મારફત જે બધું કરાવ્યું હતું તે બિનયહૂદિઓમાં પણ કહ્યું.

પ્રેરિતોનાં ક્રત્યો 25:13

થોડા દિવસો પછી અગ્રીપા રાજા અને બરનિકા ફેસ્તુસની મુલાકાતે કૈસરિયા આવ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 28:12

અમે સુરાકુસમાં આવ્યા ત્યાં સુરાકુસમાં ત્રણ દિવસ રહ્યા અને પછી વિદાય થયા.

હિબ્રૂઓને પત્ર 13:24

ઈટાલીમાંના સંતો તમને સલામ કહે છે.

Interlinear

Choose Theme