Home Bibles ☰ Books પ્રેરિતોનાં ક્રત્યો 18:22 · ગુજરાતી બાઇબલ
પ્રેરિતોનાં ક્રત્યો 18:22 · ગુજરાતી બાઇબલ

પાઉલ કૈસરિયાના શહેરમાં ગયો. પછી તે યરૂશાલેમમાં મંડળીને અભિનંદન આપવા ગયો. તે પછી પાઉલ અંત્યોખ શહેરમાં ગયો.

Cross references

પ્રેરિતોનાં ક્રત્યો 8:40

ફિલિપ અશ્દોદ નામના શહેરમાં જોવામાં આવ્યો. તે અશ્દોદથી કૈસરિયા સુધીના માર્ગમાં બધા શહેરમાં સુવાર્તા પ્રગટ કરતો ગયો.

પ્રેરિતોનાં ક્રત્યો 10:1

કૈસરિયા શહેરમાં કર્નેલિયસ નામે એક માણસ રહેતો હતો. તે લશ્કરની એક પલટનનો સૂબેદાર હતો જે ઈટાલિયન કહેવાતો.

પ્રેરિતોનાં ક્રત્યો 10:24

બીજે દિવસે તેઓ કૈસરિયા શહેરમાં આવ્યા. કર્નેલિયસ તેઓની રાહ જોતો હતો. તેણે તેનાં સંબંધીઓ અને ગાઢ મિત્રોને તેના ઘરે લગભગ ભેગા કર્યા હતા.

પ્રેરિતોનાં ક્રત્યો 11:11

પછી હું જ્યાં રહેતો હતો ત્યાં તે ઘરમાં તરત જ ત્રણ માણસો આવી પહોંચ્યા. ત્રણ માણસો કૈસરિયા શહેરમાંથી મારી પાસે મોકલવામાં આવ્યા હતા.

પ્રેરિતોનાં ક્રત્યો 11:19

સ્તેફનના મૃત્યુ પછી થયેલી સતાવણીને લીધે વિશ્વાસીઓ વિખરાઈ ગયા હતા. કેટલાક વિશ્વાસીઓ તે દૂર દૂરના સ્થળે ફિનીકિયા, સૈપ્રસ અને અંત્યોખ ગયા હતા. વિશ્વાસીઓએ સુવાર્તા આ જગ્યાઓએ કહી, પણ તેઓએ તે ફક્ત યહૂદિઓને જ કહી.

પ્રેરિતોનાં ક્રત્યો 13:1

અંત્યોખમાં જે મંડળી હતી, તેમાં કેટલાક પ્રબોધકો અને ઉપદેશકો હતા. એટલે બાર્નાબાસ, શિમયોન (જે નિગર તરીકે ઓળખાતો હતો તે), લૂકિયસ (કુરેનીનો), મનાહેમ (જે હેરોદ રાજા સાથે ઉછરીને મોટા થયો હતો) તથા શાઉલ હતા.

પ્રેરિતોનાં ક્રત્યો 14:26

અને ત્યાંથી પાઉલ અને બાર્નાબાસ સિરિયાના અંત્યોખ તરફ હોડી હંકારી ગયા. આ એ જ શહેર છે, જ્યાં વિશ્વાસીઓએ તેઓને દેવની કૃપામાં રાખ્યા. અને આ કામ કરવા માટે તેઓને મોકલ્યા જે કાર્ય તેણે હવે પૂર્ણ કર્યુ છે.

પ્રેરિતોનાં ક્રત્યો 15:4

પાઉલ, બાર્નાબાસ અને બીજાઓ યરૂશાલેમમાં આવ્યા. પ્રેરિતો, વડીલો અને વિશ્વાસીઓના આખા સમૂહે તેઓનું સ્વાગત કર્યુ. પાઉલ, બાર્નાબાસ અને બીજાઓને દેવે તેઓની સાથે જે કંઈ કર્યુ તે વિષે કહ્યું,

પ્રેરિતોનાં ક્રત્યો 15:23

તે સમૂહે આ માણસો સાથે પત્ર મોકલ્યો. પત્રમાં કહ્યું છે:યરૂશાલેમમાં વસતા પ્રેરિતો, વડીલો અને તમારા ભાઈઓ તરફથી અંત્યોખ, સિરિયા અને કિલીકિયાની મંડળીના બિનયહૂદિઓમાંથી ખ્રિસ્તના શિષ્યો થયેલા ભાઈઓને કુશળતા:વહાલા ભાઈઓ,

પ્રેરિતોનાં ક્રત્યો 15:30

તેથી પાઉલ, બાર્નાબાસ, યહૂદા અને સિલાસે યરૂશાલેમ છોડયું. તેઓ અંત્યોખ પહોંચ્યા. અંત્યોખમાં તેઓએ વિશ્વાસીઓને સમૂહ ભેગો કર્યો અને તેઓને પત્ર આપ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 15:35

પરંતુ પાઉલ અને બાર્નાબાસ અંત્યોખમાં રહ્યા. તેઓ બીજા ઘણાની સાથે બોધ કરતા રહ્યા અને લોકોને પ્રભુના વચનનું શિક્ષણ આપતા રહ્યાં.

પ્રેરિતોનાં ક્રત્યો 18:21

પાઉલે તેઓની વિદાય લીધી અને કહ્યું, “જો દેવની ઈચ્છા મને મોકલવાની હશે તો હું તમારી પાસે ફરીથી પાછો આવીશ.” અને તેથી પાઉલે એફેસસથી દૂર વહાણ હંકાર્યુ.

પ્રેરિતોનાં ક્રત્યો 21:17

યરૂશાલેમમાં વિશ્વાસીઓ અમને જોઈને ઘણા પ્રસન્ન થયા.

પ્રેરિતોનાં ક્રત્યો 23:23

પછી સરદારે બે લશ્કરી અમલદારોને બોલાવ્યા. તેણે તેઓને કહ્યું, “મારે કૈસરિયા જવા માટે કેટલાક માણસોની જરુંર છે. 20 0સૈનિકોને તૈયાર રાખો. 70 ઘોડેસવાર સૈનિકો પણ તૈયાર રાખો, અને 200 બરછીવાળાઓને પણ આજે રાત્રે નવ વાગે જવા માટે તૈયાર રાખો.

પ્રેરિતોનાં ક્રત્યો 25:1

ફેસ્તુસ હાકેમ બન્યો, અને ત્રણ દિવસ પછી તે કૈસરિયાથી યરૂશાલેમ ગયો.

પ્રેરિતોનાં ક્રત્યો 25:9

પરંતુ ફેસ્તસની ઈચ્છા યહૂદિઓને ખુશ કરવાની હતી. તેથી તેણે પાઉલને પૂછયું, “તારી ઈચ્છા યરૂશાલેમ જવાની છે? તું ઇચ્છે છેકે હું ત્યાં આ તહોમતો વિષે તારો ન્યાય કરું?”

Interlinear

Choose Theme