Home Bibles ☰ Books પ્રેરિતોનાં ક્રત્યો 15:38 · ગુજરાતી બાઇબલ
પ્રેરિતોનાં ક્રત્યો 15:38 · ગુજરાતી બાઇબલ

પરંતુ તેઓની પ્રથમ યાત્રામાં યોહાન માર્કે તેઓને પમ્ફુલિયામાં છોડી દીધા. તેણે તેઓની સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું નહિ. તેથી પાઉલે તેને સાથે લઈ જવો એ સારો વિચાર છે એમ માન્યું નહી.

Cross references

ગીતશાસ્ત્ર 78:9

એફ્રાઇમના લોકો શસ્રસજ્જ હતાં છતાં તેઓએ યુદ્ધ દિને પીછેહઠ કરી.

નીતિવચનો 25:19

સંકટસમયે ધોખાબાજ માણસ પર મૂકેલો વિશ્વાસ સડેલા દાંત અને ઊતરી ગયેલા પગ જેવો છે.

લૂક 9:61

બીજા એક માણસે કહ્યું, “પ્રભૂ, હું તારી પાછળ આવીશ પણ પહેલા મને મારા પરિવારમાં જઇને સલામ કરી આવવાની રજા આપ.”

લૂક 14:27

જ્યારે તે મારી પાછળ આવે છે ત્યારે તેને આપવામાં આવેલ વધસ્તંભ ઊંચકશે નહિ તો તે મારો શિષ્ય થઈ શકશે નહિ.

પ્રેરિતોનાં ક્રત્યો 13:13

પાઉલ અને તેની સાથે જે લોકો હતા તેઓ પાફસથી દૂર હોડી હંકારી ગયા. તેઓ પર્ગે નામના પમ્ફલિયા શહેરમાં આવ્યા. યોહાન માર્ક તેઓને છોડીને યરૂશાલેમમાં પાછો ફર્યો.

યાકૂબનો 1:8

એવા માણસો પ્રભુ પાસેથી કઈક મેળવશે તેવો વિચાર પણ ના કરવો જોઈએ.

Interlinear

Choose Theme