દાઉદ અને સર્વ ઇસ્રાએલીઓ યહોવા સમક્ષ વીણા, સારંગી, સિતાર, ડફ, કરતાલ, ઝાંઝ તથા સર્વ પ્રકારના સંગીતનાં સાધનો વગાડતા વગાડતા નાચતા ગાતા હતા.
Cross references
ત્યારબાદ તારે ‘ગિબેય ઇલોહિમ જવુ જયાં પલિસ્તી કિલ્લો છે, ત્યાં તને ઢોલ, શરણાઈ, વીણા અને વાંસળી વગાડતા ઉપાસનાસ્થાનેથી ઊતરતા પ્રબોધકોનો સંઘ મળશે, અને તેઓ પ્રબોધ કરતા ખબર પડશે,
જો તમે આજ્ઞા આપો તો અમે સારો વીણાવાદક શોધી કાઢીએ. તમાંરા પર ત્રાસદાયક આત્માં આવે ત્યારે તે વીણા વગાડે; અને તેથી તમને શાંતિ થશે.”
દાઉદે ગોલ્યાથને માંર્યા પછી વિજયી ઇસ્રાએલી સૈન્ય પાછું ફરતું હતું ત્યારે રસ્તે આવતાં ઇસ્રાએલનાં બધાંજ શહેરોની સ્ત્રીઓ રાજા શાઉલને વધાવવા ખંજરી અને વીણા વગાડતી વગાડતી નાચતી અને આનંદનાં ગીતો ગાતી બહાર આવતી.
હવે કોઈ વીણા વગાડનારને માંરી પાસે લઈ આવો.”અને બન્યું એવું કે જ્યારે વીણા વગાડનારે વીણા વગાડવા માંડી એટલે યહોવાની શકિત એલિશામાં આવી.
દાઉદ અને બધા ઇસ્રાએલીઓ દેવની સમક્ષ વીણા, સારંગી, ખંજરી, ઝાંઝ અને રણશીંગડા વગાડીને જોરશોરથી નાચતા અને ગાતા હતા.
અને ઉઝઝીએલના કુલમાંથી આમ્મીનાદાબની આગેવાની હેઠળ તેના 112 કુટુંબીઓ આવ્યા.
તેઓ સિતાર વીણા અને રણશિંગડાંના સરોદો સાથે યરૂશાલેમમાં પ્રવેશ કરીને યહોવાના મંદિરમાં દાખલ થયા.
હા, આનંદના પોકારો સાથે અને રણશિંગડાના નાદ સાથે, યહોવા રાજગાદી પર ચઢી ગયા છે.
આગલી હરોળમાં ગાયકો કૂચ કરતાં આવે છે. તેમના પછી સંગીતકારો, અને તેઓ ડફલી વગાડતી કન્યાઓથી ઘેરાયેલા છે.
રણશિંગડા વગાડીને તેમની સ્તુતિ કરો; સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.
કે, જેવો તમે રણશિંગુ, શરણાઇ, વીણા, સિતાર, સારંગી વગેરે સર્વ પ્રકારના વાજિંત્રોનો અવાજ સાંભળો કે, તમારે નીચે નમીને પૂજા કરવી.
આથી રણશિંગુ, શરણાઇ, વીણા, સિતાર, સારંગી વગેરે વાજિંત્રોનો નાદ સાંભળતા જ જુદી જુદી પ્રજાઓના અને જુદી જુદી ભાષા બોલનારા બધા લોકોએ રાજા નબૂખાદનેસ્સારે સ્થાપન કરેલી સોનાના પૂતળાની સાષ્ટાંગ નમસ્કાર કરીને પૂજા કરી.
નામદાર, આપે એવી આજ્ઞા કરી છે કે, જો કોઇ માણસ રણશિંગુ, શરણાઇ, વીણા, સિતાર, સારંગી, વગેરે વાજિંત્રોનો નાદ સાંભળે, તેણે સોનાની પ્રતિમાને સાષ્ટાંગ નમસ્કાર કરી પૂજા કરવી,
પરંતુ હું એક વધુ તક તમને આપીશ. જ્યારે વાજિંત્રોમાં રણશિંગુ, શરણાઇ, વીણા, સિતાર, સારંગી વગેરે વાગે ત્યારે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તમે પૂજા કરવા તૈયાર થશો તો સારી વાત છે. પણ જો તમે પૂજા નહિ કરો તો તમને તત્કાળ બળબળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે. મારા હાથમાંથી કયા દેવ તમને બચાવશે?”
તમારા ગીતો મારાથી દૂર કરો. મારા કાનમાં તે ઘોંઘાટ સમાન છે. તમારું વાદ્યસંગીત તમને ગમે તેટલું કર્ણપ્રિય લાગે પણ હું તે સાંભળીશ નહિ.