Home Bibles ☰ Books 2 કાળવ્રત્તાંત 20:28 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 20:28 · ગુજરાતી બાઇબલ

તેઓ સિતાર વીણા અને રણશિંગડાંના સરોદો સાથે યરૂશાલેમમાં પ્રવેશ કરીને યહોવાના મંદિરમાં દાખલ થયા.

Cross references

2 શમએલ 6:5

દાઉદ અને સર્વ ઇસ્રાએલીઓ યહોવા સમક્ષ વીણા, સારંગી, સિતાર, ડફ, કરતાલ, ઝાંઝ તથા સર્વ પ્રકારના સંગીતનાં સાધનો વગાડતા વગાડતા નાચતા ગાતા હતા.

1 કાળવ્રત્તાંત 13:8

દાઉદ અને બધા ઇસ્રાએલીઓ દેવની સમક્ષ વીણા, સારંગી, ખંજરી, ઝાંઝ અને રણશીંગડા વગાડીને જોરશોરથી નાચતા અને ગાતા હતા.

1 કાળવ્રત્તાંત 23:5

ચાર હજારને દ્વારપાળો તરીકે નીમવામાં આવ્યા અને 4,000ને દાઉદે બનાવેલા વાજિંત્રો સાથે યહોવાની સ્તુતિ ગાવા માટે નિયુકત કરવામાં આવ્યા.”

1 કાળવ્રત્તાંત 25:6

એ બધા પોતપોતાના પિતાની આગેવાની હેઠળ, યહોવાના મંદિરમાં સારંગી, વીણા અને ઝાંઝની સંગાથે ગાતા અને રાજાએ સોંપેલા કામ મુજબ દેવના મંદિરમાં સેવા બજાવતા.

ગીતશાસ્ત્ર 57:8

હે મારા આત્મા, મારી વીણા અને તંબુરાઓ જાગ્રત થાઓ, હું પ્રભાતમાં વહેલો જાગીશ, ને હું પરોઢને આવકાર આપીશ.

ગીતશાસ્ત્ર 92:3

પ્રત્યેક સવારે તેમના માટે તમારો પ્રેમ વ્યકત કરો, અને પ્રત્યેક રાત્રે તેમનામાં તમારો વિશ્વાસ વ્યકત કરો.

ગીતશાસ્ત્ર 95:1

આવો, યહોવા સમક્ષ આપણે ગાઇએ; આપણા તારણના ખડક સમક્ષ હર્ષનાદ કરીએ.

ગીતશાસ્ત્ર 149:3

તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો; ડફ તથા વીણાથી તેનાં સ્તોત્ર ગીત ગાઓ.

ગીતશાસ્ત્ર 150:3

રણશિંગડા વગાડીને તેમની સ્તુતિ કરો; સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.

પ્રકટીકરણ 14:2

અને મેં પાણીના પૂર જેવો ઘોંઘાટ અને મોટી ગર્જના જેવો અવાજ સાંભળ્યો. મેં જે અવાજ સાંભળ્યો તે લોકો પોતાની વીણા વગાડતા હોય તેવો હતો.

Interlinear

Choose Theme