આથી તેણે પવિત્ર કોશને દાઉદનગરમાં નહિ લઈ જવાનો નિર્ણય કર્યો, અને તે તેને ગાથનગરમાં ઓબેદ-અદોમ નામની વ્યકિતને ઘેર રાખ્યો.
Cross references
યહૂદ, બની-બરાક, ગાથરિમ્મોન,
બએરોથના મૂળ વતનીઓ ગિત્તાઈમ ભાગી ગયા હતા અને ત્યારથી તેઓ ત્યાં જ રહેતા આવ્યા છે.
પરંતુ દાઉદે તો સિયોનનો ગઢ કબજે કર્યો, જે પછીથી દાઉદનું નગર બની ગયું.
દાઉદ ગઢમાં રહેતો અને તેનું નામ “દાઉદનગર” પાડયું. ત્યાર બાદ તેણે મિલ્લો બાંધ્યો અને નગરની અંદર બીજા મકાનો બાંધ્યા.
ત્યારે રાજાએ ગાથથી આવેલા ઇત્તાયને કહ્યું, “અરે, તમે બધાં શા માંટે માંરી સાથે આવો છો? પાછા જાઓ અને નવા રાજા સાથે રહો; કારણ તમે બધાં પરદેશીઓ છો અને તમાંરા પોતાના દેશમાંથી આવેલા છો.
ત્યાર પછી તેણે સેનાને ત્રણ ભાગમાં વહેંચી નાખી, એક યોઆબના હાથ નીચે, બીજી યોઆબના ભાઈ અને સરૂયાના પુત્ર અબીશાયના હાથ નીચે અને ત્રીજી ગાથના ઇત્તાયના હાથ નીચે, પછી દાઉદે સેનાને ઉદૃેેશીને કહ્યું, “હું જાતે તમાંરી સાથે આવીશ.”
આથી દાઉદ કોશને પોતાને ઘેર દાઉદનગરમાં ન લઇ ગયો, પણ ગાથના વતની ઓબેદ-અદોમની પાસે લઇ ગયો.
તથા તેઓના મદદનીશ તરીકે પસંદ થયેલાઓની યાદી: ઝખાર્યા, બની, યઅઝીએલ, શમીરામોથ, અહીએલ, ઉન્ની, અલીઆબ, બનાયા, માઅસેયા, માત્તિથ્યા, અલીફલેહૂ, મિકનેયા, અને દ્વારપાળો ઓબેદ-અદોમ ને યેઇએલ.
અને યાજકો, શબાન્યા, યોશાફાટ, નથાનએલ, અમાસાઇ, ઝખાર્યા, બનાયાર અને અલીએઝેરને દેવના કોશ સમક્ષ ચાંદીના રણશિંગા વગાડવાના હતા અને ઓબેદ-અદોમ અને યહિયાએ પણ કોશના દ્વારપાળ તરીકે સેવા આપવાની હતી.
આસાફ આગેવાન હતો અને ઝાંઝ વગાડતો હતો. ઝખાર્યા, યઅઝીએલ, શમીરામોથ, યહીએલ, માત્તિથ્યા, અલીઆબ, બનાયા, ઓબેદ-આદોમ અને યેઇએલ સિતાર અને વીણા વગાડતા હતા.
આ બધાં ઓબેદ-અદોમના પુત્રો હતા: સૌથી મોટો શમાયા, બીજો યહોઝાબાદ, ત્રીજો પુત્ર યોઆહ, ચોથો પુત્ર શાખાર હતો, નથાનએલ પાંચમો પુત્ર હતો,