Home Bibles 2 શમએલ 4:2 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 4:2 · ગુજરાતી બાઇબલ

બે પુરુષો, લશ્કરના સેનાપતિ, શાઉલના પુત્ર ઇશબોશેથને મળવા ગયા. તેઓના નામ રેખાબ અને બાઅનાહ હતા. બએરોથના રિમ્મોનના પુત્રો હતા, તેઓ બિન્યામીનો હતા કેમકે બએરોથ બિન્યામીનના કુળસમૂહનું હતું. ઇસ્રાએલના સૈન્યની જવાબદારી સોંપીને આગેવાન બનાવ્યા, તેઓ બિન્યામીનના બએરોથ નગરના વતની અને રિમ્મોનના પુત્રો હતા, અને બિન્યામીન કુળસમૂહના હતા, બએરોથ બિન્યામીનનો ભાગ ગણાય છે.

Cross references

યહોશુઆ 9:17

તેથી ઇસ્રાએલી લોકો ગિબયોનીઓ જ્યાં રહ્યાં તે જગ્યાએ જવા તૈયાર થયા. ત્રીજે દિવસે તે લોકોનાં નગરો ગિબયોન, કફીરાહ, બએરોથ અને કિર્યાથ-યઆરીમ આવી પહોંચ્યા.

યહોશુઆ 18:25

ઉપરાંત, ગિબયોન, રામાં, બએરોથ,

યહોશુઆ 18:26

મિસ્પેહ, કફીરાહ, મોસાહ,

2 શમએલ 3:22

તે સમય દરમ્યાન યોઆબ દાઉદના સૈન્ય સાથે પાછો ફર્યો, તેઓએ કોઈ સ્થળે છાપો માંરીને પુષ્કળ લૂંટ કરી હતી. તે વખતે આબ્નેર હેબ્રોનમાં દાઉદ પાસે ન હતો. કારણ કે, દાઉદે તેને સુરક્ષાની ખાતરી સાથે વિદાય કર્યો હતો.

2 શમએલ 23:37

આમ્નોનમાંથી સેલેક; બએરોથમાંથી નાહરાય; નાહરાય સરૂયાના પુત્ર યોઆબનો શસ્ત્રવાહક હતો.

2 રાજઓ 5:2

અરામના દળો ઇસ્રાએલમાં થઈને પાછાં ફરતાં હતા ત્યારે કેટલાંક બંદીવાનો સાથે એક નાની છોકરીને પણ તેઓ ગુલામ તરીકે પકડી ગયા હતા. તેને નામાંનની પત્નીની દાસી તરીકે રાખવામાં આવી હતી.

2 રાજઓ 6:23

આથી રાજાએ તેમને સારું ખાવાનું આપ્યું, તેમનું ધ્યાન રાખ્યું અને તેઓને તેઓના રાજા પાસે પાછા સ્વદેશ મોકલી દીધા. ત્યારબાદ અરામી ધાડપાડુ ટૂકડીઓએ ઇસ્રાએલ પર કદી હુમલો કર્યા નહિ.

Interlinear

Choose Theme