આબ્નેર હેબ્રોન પહોંચ્યો અને જ્યારે તે નગરના દરવાજા પાસે પહોચ્યો, તે વખતે યોઆબ તેની સાથે જાણે ખાનગીમાં વાત કરવાનો દેખાવ કરીને તેને એક બાજુ લઈ ગયો અને તેનો છરો કાઢયો અને પેટમાં ભોંકી તેને માંરી નાંખ્યો. યોઆબે તેને માંર્યો કારણકે આબ્નેરે તેના ભાઇ અસાહેલને માંરી નાખ્યો હતો.
Cross references
મોતનો બદલો લેનાર, ખૂનીને મળે ત્યારે તે પોતે જ તેને માંરી નાખે.
“‘જો કોઈ વ્યકિત ખાનગીમાં કોઈની હત્યા કરે તો તે શાપિત થાઓ;”“અને બધા લોકો કહેશે, ‘આમીન.’
અસાહેલ જમણી કે ડાબી બાજુએ વળ્યા વિના સીધો જ આબ્નેરની પાછળ પડયો
છતાં અસાહેલે પાછા ફરવાનો ઇન્કાર કર્યો, એટલે આબ્નેરે ભાલાનો પાછલો છેડો તેના પેટમાં એટલા જોરથી માંર્યો કે તે શરીરમાં થઈને આરપાર નીકળ્યો.અસાહેલ જમીન પર ઢળી પડયો અને ત્યાં જ મૃત્યુ પામ્યો, અસાહેલ જયાં મરેલો પડયો હતો ત્યાં જે કોઈ આવતા તે બધા ઊભા રહી જતા.
યોઆબે અમાંસાને કહ્યું, “કેમ માંરા ભાઈ, કુશળ તો છે ને?”અને તેને ચુંબન કરવા માંટે તેણે તેનો જમણા હાથ લંબાવી તેણે તેની દાઢી પકડી.
પણ યોઆબના હાથમાંની તરવાર વિષે અમાંસા સાવધાન ન હતો. યોઆબે તેના પેટમાં તરવારથી ઘા કર્યો એટલે તેનાં આંતરડાં જમીન પર પડ્યા, તરત જ તે મૃત્યુ પામ્યો. યોઆબને બીજો ઘા કરવાની જરૂર પડી નહિ,ત્યારબાદ યોઆબ અને તેનો ભાઈ અબીશાય બિખ્રીના પુત્ર શેબા પાછળ પડયા.
“સરૂયાના પુત્ર યોઆબે માંરી સાથે કેવો વર્તાવ રાખ્યો હતો તે તું જાણે છે, તને ખબર નથી કે તેણે ઇસ્રાએલી લશ્કરના બે સેનાપતિ નેરનો પુત્ર આબ્નેર અને યેથેરના પુત્ર અમાંસાને માંરી નાખ્યા હતા? યુદ્ધમાં તે બનેલો બનાવ હતો એવો તેણે દેખાવ કર્યો હતો, પણ હકીકતમાં એ કૃત્ય શાંતિના સમયમાં કરવામાં આવ્યું હતું. અને તેની તરવારબંધ અને પગરખાને નિદોર્ષના લોહીથી કલંકિત કર્યા હતાં.
યહોવા એણે કરેલા ખૂનનું પાપ એને પોતાને માંથે નાખશે; કારણ, એણે બે નિદોર્ષ માંણસો કે જે તેના કરતા વધારે સારા હતા, તેને માંરી નાખ્યા હતા, માંરા પિતા જાણતા નહોતા કે યોઆબે ઇસ્રાએલના સેનાધિપતિ નેરનો પુત્ર આબ્નેરનું અને યહૂદિયાના સેનાધિપતિ યેથેરના પુત્ર અમાંસાનું ખૂન કર્યુ હતું.
ગિલયાદમાં વસતાં મનાશ્શાના અર્ધકુલ પર ઝખાર્યાનો પુત્ર યિદ્દો; બિન્યામીનના કુલ પર આબ્નેરનો પુત્ર યાઅસીએલ;
વ્યકિત દંભથી તિરસ્કારને છુપાવે છે, પણ તેની દુષ્ટતા જાહેર સભા સામે ઉઘાડી પડી જશે.
જ્યારે તેઓ ભોજન લઇ રહ્યા હતાં ત્યારે ઇશ્માએલ તથા તેની સાથેના દશ માણસો એકદમ ઊઠયા અને પોતાની તરવાર ખેંચીને ગદાલ્યાને મારી નાખ્યો.
નથાન્યાનો પુત્ર ઇશ્માએલ રડતો રડતો તેમને મળવા મિસ્પાહથી નીકળ્યો, જ્યારે તેઓને મળ્યો ત્યારે કહ્યું, “અરે, આવો, અહીકામના પુત્ર ગદાલ્યાને મળવા ચાલો, અને શું થયું છે તે જુઓ!”