Home Bibles ☰ Books ચર્મિયા 41:6 · ગુજરાતી બાઇબલ
ચર્મિયા 41:6 · ગુજરાતી બાઇબલ

નથાન્યાનો પુત્ર ઇશ્માએલ રડતો રડતો તેમને મળવા મિસ્પાહથી નીકળ્યો, જ્યારે તેઓને મળ્યો ત્યારે કહ્યું, “અરે, આવો, અહીકામના પુત્ર ગદાલ્યાને મળવા ચાલો, અને શું થયું છે તે જુઓ!”

Cross references

2 શમએલ 1:2

ત્રીજા દિવસે શાઉલની છાવણીમાંથી એક યુવાન આવ્યો. તે માંણસના કપડાં ફાટેલાઁ હતાં, અને તેના માંથા પર ધૂળ હતી, તેણે દાઉદ પાસે જઈને જમીન પર લાંબા થઈને તેને પ્રણામ કર્યા.

2 શમએલ 3:16

પાલ્ટીએલ બાહુરીમ સુધી તેની પાછળ રડતો રડતો આવ્યો, પણ આબ્નેરે તેને કહ્યું, “ઘેર પાછો જા.” એટલે તે પાછો ગયો.

નીતિવચનો 26:23

કુટિલ હૃદય અને મીઠી વાણી એ અશુદ્ધ ચાંદીનો ઢોળ ચઢાવેલાં માટીના વાસણ જેવો છે.

ચર્મિયા 50:4

યહોવા કહે છે, “તે દિવસોમાં, તે સમયે, તેઓ સાથે મળીને આવશે, તેઓ રડતાં રડતાં આવશે અને તેમના દેવ યહોવાની શોધ કરશે. તેમને ફકત તેઓ જ અને બીજું કોઇ નહિ જોઇએ.

Interlinear

Choose Theme