Home Bibles 2 શમએલ 19:35 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 19:35 · ગુજરાતી બાઇબલ

અત્યારે મને 80 વર્ષ તો થઇ ગયા. હું હવે કશું કરી શકતો નથી, સારું કે ખરાબ શું એ કહેવા માંટે હું ખૂબ વૃદ્ધ છું. ખાવાપીવાનો સ્વાદ અને આનંદ લેવા માંટે હું ખૂબ ઘરડો છું. અને ગાયકોને ગીતગાતાં સાંભળવાનો આનંદ માંણવા માંટે પણ હું ખુબ વૃદ્ધ છું. શું કરવા તો પછી તમને ભારરૂપ બની અને તમાંરી સાથે આવું?

Cross references

નિર્ગમન 2:8

ફારુનની કુવરીએ કહ્યું, “જા, બોલાવી લાવ.”એટલે તે છોકરી જઈને બાળકની માંને બોલાવી લાવી.

નિર્ગમન 12:4

અને જો પૂરતાં પ્રમાંણમાં પરિવારમાં એક હલવાનને ખાઈ શકે તેટલા માંણસો ના હોય તો પોતાના કેટલાક પડોશીઓને નિમંત્રણ આપવું. પ્રત્યેક વ્યક્તિને પુરતું ખાવા મળી રહે તેટલું હલવાનનું માંસ હોવું જોઈએ.

2 શમએલ 13:25

રાજાએ તેને કહ્યું, “ના, માંરા દીકરા, જો અમે સર્વ તારે ઘેર આવીશું તો તને ઘણો જ ભાર પડશે.”આબ્શાલોમે ફરી ફરી વિનંતી કરી; પરંતુ રાજાને જવું ન હતું, અને તેણે આશીર્વાદ આપ્યા નહિ.

2 શમએલ 15:33

દાઉદે તેને કહ્યું, “તું જો માંરી સાથે આવીશ તો મને ભારરૂપ થઈ પડીશ.

એઝરા 2:65

તદુપરાંત 7,337 દાસદાસીઓ તથા ગાયકગણના સભ્યો એવા 200 સ્ત્રી પુરુષો પાછા ફર્યા.

નહેમ્યા 7:67

જેમા સેવક અને સેવિકાઓની ગણત્રી કરી નહોતી જેઓ 7,337 હતાં અને 245 ગાયક અને ગાયીકાઓ હતા.

અયૂબ 6:30

તમે એમ માનો છો કે હું જૂઠું બોલું છું? સાચું અને ખોટુ એ બે વચ્ચેનો ભેદ હું પારખી શકતો નથી?”

અયૂબ 12:11

જેમ મારું મુખ સારા ભોજનનો સ્વાદ પારખે છે તે જ રીતે જ્યારે હું સાંભળું છું ત્યારે મારું મન સત્યની પરખ કરે છે.

ગીતશાસ્ત્ર 90:10

અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે; કેટલાંક તેમનાં બળને કારણે એંસી વર્ષ પણ જીવે. તો પણ શ્રેષ્ઠ વષોર્ મિથ્યા, શ્રમ, તથા દુ:ખ માત્ર છે; કારણ તે ઝડપથી પસાર થઇ જાય છે અને અમારો અંત આવી જાય છે.

સભાશિક્ષક 2:8

મેં મારા માટે ઘણું સોનું ચાંદી અને રાજાઓનું તથા પરગણાંનું ખાનગી દ્રવ્ય પણ ભેગું કર્યું; મેં પોતાને માટે ગવૈયા, ગાનારીઓ તથા જેમાં પુરુષો આનંદ માણે છે, તે એટલે અતિ ઘણી ઉપપત્નીઓ, મેળવી .

સભાશિક્ષક 12:1

તારી યુવાવસ્થાના દિવસોમાં તું યહોવાનું સ્મરણ કર. તું જીવનનો આનંદ માણી શકે તેવાં ભૂંડા વષોર્ અને દિવસો આવે તે પહેલાં તારી યુવાનીમાં તારા યહોવાને ભૂલી જઇશ નહિ.

યશાયા 5:11

જેઓ સવારમાં વહેલા ઊઠીને દ્રાક્ષારસ જ પીયા કરો છો. અને છાકટા થાઓ ત્યાં સુધી સાંજે મોડે સુધી જાગનારાઓ, હવે તમારું આવી બન્યું છે એમ સમજો.

હિબ્રૂઓને પત્ર 5:14

પણ જેઓ પુખ્ત ઉંમરના છે. એટલે જેઓની ઈન્દ્રિયો ખરું ખોટું પારખવામાં કેળવાયેલી છે, તેઓને સાંરું ભારે ખોરાક છે. તેથી આત્મિક જીવનમાં વૃદ્ધિ પામ્યા સિવાય તમે ભારે ખોરાક એટલે કે જ્ઞાન પચાવી શકશો નહિ.

1 પિતરનો પત્ર 2:3

પ્રભુની દયાનો અનુભવ તમે ક્યારનોય કર્યો છે. તેથી તેના વડે તારણ મેળવવા આગળ વધો.

Interlinear

Choose Theme