Home Bibles ☰ Books 2 શમએલ 13:25 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 13:25 · ગુજરાતી બાઇબલ

રાજાએ તેને કહ્યું, “ના, માંરા દીકરા, જો અમે સર્વ તારે ઘેર આવીશું તો તને ઘણો જ ભાર પડશે.”આબ્શાલોમે ફરી ફરી વિનંતી કરી; પરંતુ રાજાને જવું ન હતું, અને તેણે આશીર્વાદ આપ્યા નહિ.

Cross references

ઊત્પત્તિ 19:2

તેણે કહ્યું “માંરા સ્વામીઓ, કૃપા કરીને માંરે ઘેર પધારો. હું તમાંરી સેવા કરીશ. તમાંરા ચરણ ધુઓ અને રાત વિશ્રામ કરો, પછી આવતીકાલે તમાંરી યાત્રા શરૂ કરજો.”દેવદૂતોએ કહ્યું “ના, અમે રામના ચોકમાં રાત વિતાવીશું.”

ન્યાયાધીશો 19:7

છતાં તે માંણસે ના પાડી, પણ તેના સસરાએ તેને વિનંતી કર્યા જ કરી, આખરે તે ત્યાં રોકાવા તૈયાર થયો.

રૂત 2:4

તે ખેતરમાં કામ કરતી હતી ત્યારે બોઆઝ બેથલેહેમથી આવ્યો લણનારાઓને આવકાર આપ્યો અને કહ્યું કે, “યહોવા તમાંરી સાથે હોજો.”લણનારાઓએ તેમને પ્રત્યુ્ત્તર આપ્યો કે, “યહોવા તમને આશીર્વાદ દો.”

2 શમએલ 14:22

યોઆબે રાજાને પ્રણામ કર્યા અને રાજાને આશીર્વાદ આપ્યા અને કહ્યું, “હવે મને ખાતરી થઈ કે, આપ માંરા પર પ્રસન્ન છો, આપે માંરું સાંભળ્યું છે.”

લૂક 14:23

ધણીએ દાસને કહ્યું કે; ‘રાજમાર્ગો અને ગામડાના રસ્તાઓ પર જા, ત્યાં જઇને લોકોને આગ્રહ કરીને આવવાનું કહે, હું ઈચ્છું છું કે મારું ઘર ભરાઇ જાય.

લૂક 24:29

પણ તેઓ તેને રાકવા ઈચ્છતા હતા. તેઓએ તેને આગ્રહ કર્યો, “અમારી સાથે રહે.” મોડું થયું છે લગભગ રાત્રી થઈ ગઇ છે. તેથી તે તેઓની સાથે રહેવા અંદર ગયો.

પ્રેરિતોનાં ક્રત્યો 16:15

તે અને તેના ઘરમાં રહેતા બધા લોકોનું બાપ્તિસ્મા કરવામાં આવ્યું. પછી લૂદિયાએ અમને તેના ઘરમાં નિમંત્રણ આપ્યું. તેણે કાલાવાલા કરીને કહ્યું, “જો તમે વિચારતા હોય કે હું પ્રભુ ઈસુની સાચી વિશ્વાસી છું, તો પછી મારા ઘરમાં આવો અને રહો.” તેણે અમને તેની સાથે રહેવા ઘણો આગ્રહ કર્યો.

Interlinear

Choose Theme