Home Bibles 2 શમએલ 15:16 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 15:16 · ગુજરાતી બાઇબલ

તેથી રાજા પોતાના આખા પરિવાર સાથે ચાલી નીકળ્યો. ફકત દસ ઉપપત્નીઓને મહેલની સંભાળ રાખવા પાછળ મૂકતો ગયો.

Cross references

ન્યાયાધીશો 4:10

બારાક નફતાલી અને ઝબુલોનના કુળસમૂહો પાસે ગયો અને લોકોને બોલાવ્યા અને લગભગ10,000 માંણસોને સૈન્ય માંટે લઈને તે ગયો દબોરાહ પણ તેની સાથે ગઈ.

1 શમુએલ 25:27

જે ભેટ આ દાસી લાવી છે તે આપના તાબા હેઠળના માંણસોને આપી દો.

1 શમુએલ 25:42

પછી અબીગાઈલે તરત ઊઠીને ગધેડા પર સવારી કરી, તેની પાંચ દાસીઓ પણ તેની પાછળ ચાલી; અને તે દાઉદના હલકારાઓ સાથે ગઈ, ને તેની સ્ત્રી થઈ.

2 શમએલ 12:2

શ્રીમંત પાસે ઘણાં ઘેટાં તથા ઢોર હતાં.

2 શમએલ 12:11

તેથી યહોવા કહે છે, ‘હું તારા પર મુશ્કેલીઓ લાવીશ. પોતાના જ કુટુંબીજનો તારા પર આફત લાવશે. હું તારી પત્નીઓને લઈને તારા દેખતાં બીજા માંણસોને આપી દઈશ. અને ધોળે દિવસે જાહેરમાં તેઓ તેની સાથે સૂશે જેથી દરેક જણ જોઇ શકે.

2 શમએલ 16:21

અહીથોફેલે તેને કહ્યું, “આપના પિતા તેની થોડી ઉપપત્નીઓને મહેલમાં તેની સંભાળ લેવા માંટે મૂકી ગયા હતા, જાઓ અને તેમની આબરૂ લો. તેથી સર્વ ઇસ્રાએલીઓને જાણ થશે કે, આપને આપના પિતા સાથે દુશ્મનાવટ છે. અને આપના ટેકેદારોને હિંમત મળશે.”

2 શમએલ 19:10

આપણે આબ્શાલોમનો રાજ્યાભિષેક કર્યો પણ તે તો યુદ્ધમાં માંર્યો ગયો છે, તેથી પાછા આવીને ફરીથી આપણો રાજા બનવા માંટે આપણે દાઉદને વિનંતી કરીએ.”

2 શમએલ 20:3

દાઉદ યરૂશાલેમમાં પોતાના મહેલમાં ગયો, ત્યાં તેને દસ ઉપપત્નીઓ હતી જેને મહેલને વ્યવસ્થિત રાખવા માંટે રાખી હતી અને મહેલનો ચોકીપહેરો કરવા રાખી હતી. તેણે તેમનું ભરણપોષણ કર્યું અને તેઓને ખોરાક અને કપડાં આપ્યા, પણ કદી તેમની સાથે સૂતો નહિ, તેના મૃત્યુ પર્યંત તેણે તેઓને છતે પતિએ વિધવાની જેમ મહેલમાં રાખી હતી.

ગીતશાસ્ત્ર 3:1

હે યહોવા, મારા વેરીઓ ઘણા વધી ગયા છે; ઘણા લોકો મારું ખોટું ઇચ્છનારા છે.

રોમનોને પત્ર 12:2

આ દુનિયાના લોકો જેવા થવા માટે તમે તમારા જીવનનું પરિવર્તન કરશો નહિ. પરંતુ નવી વિચાર-શૈલી અપનાવીને તમે તમારા જીવનમાં પૂર્ણ રીતે આંતરિક પરિવર્તન પામો, તો જ દેવ તમારા માટે શું ઈચ્છે છે તે તમે નક્કી કરી શકશો અને તે સ્વીકારી શકશો. તમે જાણી શકશો કે કઈ વસ્તુઓ સારી છે અને દેવને પ્રિય છે, અને કઈ વસ્તુઓ સંપૂર્ણ છે.

Interlinear

Choose Theme