2 શમએલ 1:18 · ગુજરાતી બાઇબલ
અને તેણે એ મરશિયો યહૂદાના લોકોને શીખવવાની આજ્ઞા કરી; તે ‘ધનુષ્ય’ કહેવાય છે અને યાશારના પુસ્તકમાં લખેલું છે.
Cross references
ઊત્પત્તિ 49:8
“યહૂદા, તારા ભાઈઓ તારી પ્રશંસા કરશે. તારો હાથ તારા શત્રુઓની ગરદન પર રહેશે; તારા પિતાના પુત્રો તારી આગળ પ્રણામ કરશે.
પુનર્નિયમ 4:10
એ દિવસને તમે કદાપિ ભૂલશો નહિ, જે દિવસે તમે હોરેબમાં તમાંરા દેવ યહોવા સંમુખ ઊભા હતા, અને યહોવાએ મને કહ્યું હતું કે, ‘લોકોને માંરી સમક્ષતામાં ભેગા કર. હું તે બધાને માંરાં વચનો સંભળાવીશ અને તેઓ પૃથ્વી પર જીવશે ત્યાં સુધી માંરાથી ડરીને ચાલતાં શીખશે અને પોતાનાં સંતાનોને પણ તેમ કરતાં શીખવશે.’
યહોશુઆ 10:13
તેથી જ્યાં સુધી આ લોકોએ શત્રુઓ પર વિજય મેળવ્યો સૂર્ય હલ્યો નહિ અને ચંદ્ર થોભી ગયો. આ ઘટનાનું વિશદ વિસ્તૃત વર્ણન યાશારના ગ્રંથમાં લખેલું છે, તેમ સૂર્ય આકાશની વચ્ચોવચ થંભી ગયો અને લગભગ એક દિવસ સુધી તેણે આથમી જવામાં વિલંબ કર્યો.