Home Bibles 2 કાળવ્રત્તાંત 21:1 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 21:1 · ગુજરાતી બાઇબલ

યહોશાફાટ પિતૃલોકને પામ્યો અને તેને દાઉદના નગરમાં તેના પૂર્વજો સાથે દફનાવવામાં આવ્યો. તેનો પુત્ર યહોરામ તેની જગ્યાએ યહૂદાનો રાજા બન્યો.

Cross references

2 શમએલ 2:32

યોઆબ અને તેના માંણસો અસાહેલના શબને બેથલેહેમ લઈ ગયાં, અને તેના પિતાની કબરમાં દફનાવ્યો.તે પછી આખી રાત તેઓ ચાલ્યા, અને તેઓ સવાર પડતાં હેબ્રોન આવી પહોંચ્યા.

1 રાજઓ 22:50

આહાબના પુત્ર અહાઝયાએ યહોશાફાટને કહ્યું કે, “તમાંરા માંણસો સાથે માંરા માંણસોને તમાંરા વહાણમાં જવા દો.” પણ યહોશાફાટ સંમત થયો નહિ.

2 રાજઓ 8:16

તે આહાબના પુત્ર યોરામનું ઇસ્રાએલ પરના શાસનનું પાંચમું વર્ષ હતું જ્યારે યહોશાફાટનો પુત્ર યહોરામ યહૂદાનો રાજા થયો.

2 કાળવ્રત્તાંત 9:31

ત્યારબાદ તે પિતૃલોકને પામ્યો અને તેને તેના પિતા દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર રહાબઆમ રાજગાદી પર આવ્યો.

2 કાળવ્રત્તાંત 12:16

રહાબઆમ પિતૃલોકને પામ્યો, અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો; અને તેની જગ્યાએ તેનો પુત્ર અબિયા રાજા થયો.

2 કાળવ્રત્તાંત 21:20

તે ગાદીએ આવ્યો ત્યારે તે બત્રીસ વર્ષનો હતો અને તેણે યરૂશાલેમમાં આઠ વર્ષ રાજ કર્યુ. તે મૃત્યુ પામ્યો ત્યારે કોઇએ તેને માટે શોક કર્યો નહિ. તેને યરૂશાલેમમાં દફનાવવામાં આવ્યો, પણ રાજાઓનાં ખાસ કબ્રસ્તાનમાં નહિ.

Interlinear

Choose Theme