Home Bibles 2 રાજઓ 4:35 · ગુજરાતી બાઇબલ
2 રાજઓ 4:35 · ગુજરાતી બાઇબલ

પછી એલિશા ઊભો થયો અને ઓરડામાં આંટા માંરી ફરી છોકરા પર સૂઇ ગયો. પછી છોકરાને સાત વખત છીંક આવી અને પોતાની આંખો ઉઘાડી.

Cross references

1 રાજઓ 17:22

યહોવાએ તેનો પોકાર સાંભળ્યો. પેલા બાળકને ફરીથી જીવતો કર્યો.

1 રાજઓ 18:43

તેણે પોતાના નોકરને કહ્યું, “ઉપર જઈને દરિયા તરફ નજર કર.”તેણે ઉપર જઈને નજર કરી, તે બોલ્યો, “ત્યાં કાંઈ નથી.” એલિયાએ તેને સાત વાર પાછો મોકલ્યો, અને તે સાત વાર પાછો ગયો.

2 રાજઓ 5:10

એલિશાએ અંદર રહીને જ તેને કહેવડાવ્યું કે, ‘તું યર્દન નદીએ જા; અને તેમાં સાત વખત સ્નાન કર, તારો કોઢનો રોગ મટી જશે અને તું શુદ્વ થશે.’

2 રાજઓ 5:14

આથી તેણે જઈને દેવભકત એલિશાએ કહ્યા પ્રમાંણે યર્દનમાં સાત વખત ડૂબકી માંરી, એટલે તેની ચામડી, બાળકની ચામડી જેવી ચોખ્ખી થઈ ગઈ.

2 રાજઓ 8:1

જે સ્રીના છોકરાને એલિશાએ ફરી સજીવન કર્યો હતો તેને તેણે કહ્યું હતું કે, “તું તારા પરિવાર સાથે ચાલી જા અને જયાં નિવાસ મળે ત્યાં કોઈ પરદેશમાં રહે, કારણ, યહોવા દેશમાં સાત વર્ષનો દુકાળ પાડનાર છે અને તે આવી પહોંચ્યો જાણ.”

2 રાજઓ 8:5

ગેહઝી રાજાને એલિશાએ સજીવન કરેલા છોકરાની વાત કરતો હતો, ત્યાં જ તે સ્ત્રીએ રાજાને પોતાનું ઘર અને જમીન પાછાં અપાવવા વિનંતી કરી, એટલે ગેહઝી બોલ્યો, “મારા મુરબ્બી અને રાજા, આ જ તે સ્ત્રીછે અને આ જ તેનો છોકરો છે, જેને એલિશાએ સજીવન કર્યો હતો.”

2 રાજઓ 13:21

એક વખત થોડાં લોકો (ઇસ્રાએલીઓ) એક માણસને દફનાવતા હતા. જેવા ઇસ્રાએલીઓએ મોઆબી સૈનિકોને જોયા, લોકો મૃતદેહને એલિશાની કબરની અંદર ફેંકી દઈને ભાગી ગયા. જેવો મૃતદેહ એલિશાનાં હાડકાંને અડ્યો કે મૃત માણસ જીવતો થઈ ગયો અને ઊઠીને ઊભો થઈ ગયો.

લૂક 7:14

ઈસુ ઠાઠડીની પાસે ગયો અને તેને સ્પર્શ કર્યો. ખાંધિયા ઊભા રહ્યાં. ઈસુએ મૃત્યુ પામેલા પુત્રને કહ્યું, “હે જુવાન, હું તને કહું છું કે ઊઠ.”

લૂક 8:55

તેનો આત્મા તેનામાં પાછો આવ્યો ને તરત ઊભી થઈ. ઈસુએ કહ્યું, “તેને કઈક ખાવાનું આપો.”

યોહાન 11:43

ઈસુએ આમ કહ્યા પછી મોટા સાદે પોકાર કર્યો, “લાજરસ બહાર આવ!”

પ્રેરિતોનાં ક્રત્યો 9:40

પિતરે બધાજ લોકોને ઓરડાની બહાર કાઢ્યા. તેણે ધૂંટણીએ પડીને પ્રાર્થના કરી. પછી તેણે ટબીથાના મુડદા તરફ ફરીને કહ્યું, “ટબીથા, ઊભી થા!” તેણે તેની આંખો ઉઘાડી. જ્યારે તેણે પિતરને જોયો, તે ત્યાં બેઠી થઈ.

Interlinear

Choose Theme