Home Bibles યોહાન 11:43 · ગુજરાતી બાઇબલ
યોહાન 11:43 · ગુજરાતી બાઇબલ

ઈસુએ આમ કહ્યા પછી મોટા સાદે પોકાર કર્યો, “લાજરસ બહાર આવ!”

Cross references

1 રાજઓ 17:21

તેણે પોતે બાળક તરફ ખેંચાઇને ત્રણ વખત લાંબા થઈને યહોવાને મોટેથી પ્રાર્થના કરી કે, “ઓ માંરા દેવ, આ બાળકને ફરી જીવતો કરી દે.”

2 રાજઓ 4:33

તેણે ઓરડામાં જઈને બારણાં વાસી દીધાં. તે બે જણ અંદર રહ્યા, પછી તેણે યહોવાને પ્રાર્થના કરી.

માર્ક 4:41

શિષ્યો ઘણા ડરી ગયા હતા અને એકબીજાને પૂછતા હતા કે, ‘આ માણસ કેવા પ્રકારનો છે કે પવન તથા સમુદ્ર પણ તેનું માને છે?’

લૂક 7:14

ઈસુ ઠાઠડીની પાસે ગયો અને તેને સ્પર્શ કર્યો. ખાંધિયા ઊભા રહ્યાં. ઈસુએ મૃત્યુ પામેલા પુત્રને કહ્યું, “હે જુવાન, હું તને કહું છું કે ઊઠ.”

પ્રેરિતોનાં ક્રત્યો 3:6

પણ પિતરે કહ્યું, “મારી પાસે સોનું કે ચાંદી કંઈ નથી. પણ મારી પાસે તને આપી શકાય તેવું બીજું કંઈક છે: ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી ઊભો થા અને ચાલ!”

પ્રેરિતોનાં ક્રત્યો 3:12

જ્યારે પિતરે આ જોયું, તેણે લોકોને કહ્યું, ‘મારા યહૂદિ ભાઈઓ, આમાં તમે શા માટે અચરજે પામો છો? તમે અમારા તરફ એ રીતે જોઈ રહ્યો છો જાણે અમારા સાર્મથ્યથી આ માણસ ચાલતો થઈ શક્યો છે. તમે વિચારો છો અમે સારા છીએ તેથી આમ બન્યું હતું?’

પ્રેરિતોનાં ક્રત્યો 9:34

પિતરે તેને કહ્યું, “એનિયાસ, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે. ઊભો થા અને તારી પથારી પાથર! હવે તું તારી જાત માટે આ બધું કરી શકીશ!” એનિયાસ તરત જ ઊભો થયો.

પ્રેરિતોનાં ક્રત્યો 9:40

પિતરે બધાજ લોકોને ઓરડાની બહાર કાઢ્યા. તેણે ધૂંટણીએ પડીને પ્રાર્થના કરી. પછી તેણે ટબીથાના મુડદા તરફ ફરીને કહ્યું, “ટબીથા, ઊભી થા!” તેણે તેની આંખો ઉઘાડી. જ્યારે તેણે પિતરને જોયો, તે ત્યાં બેઠી થઈ.

Interlinear

Choose Theme