Home Bibles 2 રાજઓ 15:32 · ગુજરાતી બાઇબલ
2 રાજઓ 15:32 · ગુજરાતી બાઇબલ

ઇસ્રાએલના રાજા રમાલ્યાના પુત્ર પેકાહના શાસનના બીજા વર્ષ દરમ્યાન ઉઝિઝયાનો પુત્ર યોથામ યહૂદાનો રાજા થયો.

Cross references

2 રાજઓ 14:21

યહૂદાના બધા લોકોએ 16 વર્ષની ઉંમરના તેના પુત્ર અઝાર્યાને પસંદ કર્યો અને તેના પિતા પછી તેને રાજા બનાવ્યો.

2 રાજઓ 15:1

ઇસ્રાએલના રાજા યરોબઆમના રાજયના 27 માઁ વષેર્ અમાસ્યાનો પુત્ર ‘અઝાર્યા’ યહૂદાનો રાજા થયો.

2 રાજઓ 15:5

યહોવાએ તેને રકતપિત્તનો રોગી બનાવ્યો, અને મરતાં સુધી તે રોગથી પીડાતો રહ્યો. તેથી તેને બધા કાર્યોથી મુકત કરવામાં આવ્યો અને તે પોતાના ઘરમાં એકલો રહેતો હતો, તેનો પુત્ર યોથામે મહેલનો કબજો લઇને દેશના લોકો પર શાસન કર્યું.

2 રાજઓ 15:7

તે મૃત્યુ પામ્યો અને તેને દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર યોથામ રાજા બન્યો.

2 રાજઓ 15:13

ઇસ્રાએલના નવા રાજાનું નામ શાલ્લૂમ હતું, તેના પિતાનું નામ યાબેશ હતું. તેણે સમરૂનમાં એક માસ રાજ કર્યું. એ રાજા થયો ત્યારે યહૂદામાં ઉઝિઝયા રાજા છેલ્લા 39 વર્ષથી રાજ કરતો હતો.

2 રાજઓ 15:17

યહૂદાના રાજા અઝાર્યાએ 39 વષોર્ સુધી શાસન કર્યુ અને તે વષેર્ ગાદીનો પુત્ર મનાહેમ ઇસ્રાએલનો રાજા થયો. અને તેણે સમરૂનમાં 10 વર્ષ શાસન કર્યું.

2 રાજઓ 15:23

યહૂદાના રાજા અઝાર્યાના રાજયના 50 મે વષેર્ મનાહેમનો પુત્ર પકાહ્યા સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો અને તેણે2 વર્ષ રાજ કર્યુ.

2 રાજઓ 15:27

યહૂદાના રાજા અઝાર્યાના રાજયના 52 મેં વષેર્ પેકાહ સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો, જે રમાલ્યાનો પુત્ર હતો. તેણે 20 વર્ષ રાજ કર્યું.

2 રાજઓ 15:30

યહૂદાના રાજા ઉઝિઝયાના પુત્ર યોથામના શાસનના વીસમે વષેર્ એલાહના પુત્ર હોશિયાએ રમાલ્યાના પુત્ર પેકાહ વિરૂદ્ધ કાવત્રું કરી, તેને મારી નાખ્યો અને પોતે રાજા બન્યો.

1 કાળવ્રત્તાંત 3:12

તેનો પુત્ર અમાસ્યા તેનો પુત્ર અઝાર્યા, તેનો પુત્ર યોથામ;

1 કાળવ્રત્તાંત 5:17

યહૂદિયાના રાજા યોથામના સમયમાં તથા ઇસ્રાએલના રાજા યરોબઆમના સમયમાં તેઓ સર્વ ગાદના કુટુંબના ઇતિહાસમાં નોંધાયા હતા.

2 કાળવ્રત્તાંત 27:1

યોથામ ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં 16 વર્ષ રાજ્ય કર્યુ. તેની માતાનું નામ યરૂશા હતું. અને તે સાદોકની પુત્રી હતી.

મીખાહ 1:1

યહૂદિયા રાજાઓ યોથામ, આહાઝ અને હિઝિક્યાના શાસન દરમ્યાન સમરૂન અને યરૂશાલેમને વિષે મોરાશ્તીની મીખાહને યહોવા તરફથી સંદેશો મળ્યો તે,

માથ્થી 1:9

ઉઝિયા યોથામનો પિતા હતો.યોથામ આહાઝનો પિતા હતો.આહાઝ હિઝકિયાનો પિતા હતો.

Interlinear

Choose Theme