Home Bibles 2 રાજઓ 10:21 · ગુજરાતી બાઇબલ
2 રાજઓ 10:21 · ગુજરાતી બાઇબલ

યેહૂએ પોતે સમગ્ર ઇસ્રાએલમાં સંદેશવાહકો મોકલ્યા અને બઆલના બધા જ સેવકો ભેગા થયા. એક પણ માણસ આવ્યા વગર રહ્યો નહિ. તે બધા બઆલના મંદિરમાં એક છેડાથી બીજા છેડા સુધી ભરાયા.

Cross references

ન્યાયાધીશો 16:27

મંદિર સ્ત્રી-પુરુષોથી ખીચોખીચ ભરેલું હતું. બધા જ પલિસ્તી સરદારો ત્યાં હાજર હતાં. અને આશરે 3,000 સ્ત્રી પુરુષો ધાબા ઉપરથી સામસૂનના ખેલ જોતાં હતાં,

1 રાજઓ 16:32

તેણે સમરૂનમાં બઆલ દેવની પૂજા માંટે એક મંદિર બંધાવી તેમાં એક વેદી ચણાવી.

2 રાજઓ 11:18

પછી દેશના બધા લોકોએ બઆલના મંદિરે જઈ તેને તોડી પાડયું. તેમણે તેની વેદીઓ અને મૂર્તિઓ તોડી નાખી અને બઆલના યાજક માત્તાનને વેદીઓ સામે જ મારી નાખ્યો.યાજકે યહોવાના મંદિરનું રક્ષણ કરવા માટે ચોકીદારો ગોઠવી દીધા.

યોએલ 3:2

હું બધા લોકોને ભેગા કરીશ અને તેમને યહોશાફાટની ખીણમાં નીચે લઇ આવીશ; અને તેમને મારા લોકોને, ઈસ્રાએલીઓ મારા ઉત્તરાધિકારીઓને ઇજા કરવા માટે સજા કરીશ. જેઓને તેઓએ વિવિધ દેશોમાં વેરવિખેર કરી, મારી ભૂમિને વિભાજીત કરી હતી.

યોએલ 3:11

હે આજુબાજુની સર્વ પ્રજાઓ, જલદી આવો, ને એકત્ર થાઓ; હે યહોવા, તમારા યોદ્ધાઓને ત્યાં ઉતારી લાવો.”

પ્રકટીકરણ 16:16

પછી તે અશુદ્ધ આત્માઓએ રાજાઓને એક જગ્યાએ ભેગા કર્યા. જે હિબ્રૂ ભાષામાં હર-મગિદોન કહેવાય છે.

Interlinear

Choose Theme