Home Bibles 2 રાજઓ 10:13 · ગુજરાતી બાઇબલ
2 રાજઓ 10:13 · ગુજરાતી બાઇબલ

રસ્તામાં તેને અહાઝયાના (સબંધીઓ) મળ્યા, તેણે તેમને પૂછયું, “તમે કોણ છો!”તેમણે કહ્યું, “અમે અહાઝયાના સબંધીઓ છીએ અને અમે રાજાનાં અને રાણીનાં સંતાનોને મળવા જઈએ છીએ.”

Cross references

2 રાજઓ 8:24

ત્યાર પછી યહોરામ પિતૃલોકને પામ્યો. અને તેને દાઉદના નગરમાં તેના પિતૃઓ ભેગો દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર અહાઝયા ગાદીએ આવ્યો.

2 રાજઓ 8:29

રાજા યોરામ જે અરામના રાજા હઝાએલ સાથે લડતાં ઘાયલ થયો હતો, તે તેમાંથી સાજો થવા પાછો યિઝએલ ચાલ્યો ગયો, તે માંદો હતો તેથી અહાઝયા તેની ખબર કાઢવા યિઝએલ ગયો.

2 રાજઓ 9:21

યોરામે કહ્યું, “મારો રથ તૈયાર કરો.”અને રથ તૈયાર થતાં જ ઇસ્રાએલનો રાજા યોરામ અને યહૂદાનો રાજા અહાઝયા પોતપોતાના રથમાં યેહૂનો સામનો કરવા નીકળી પડયા અને નાબોથના ખેતર આગળ તેનો ભેટો થઈ ગયો.

2 કાળવ્રત્તાંત 21:17

તેમણે યહૂદા પર હુમલો કર્યો અને દેશ પર આક્રમણ કર્યું અને રાજાના મહેલમાં જે કાઇં હાથ આવ્યું, તે બધું તેઓ લૂંટી ગયા, રાજાનાં પુત્રો અને પત્નીઓને પણ લઇ ગયા; એક માત્ર સૌથી નાનો પુત્ર યહોઆહાઝ બચી ગયો.

2 કાળવ્રત્તાંત 22:1

ત્યારબાદ યરૂશાલેમનાં લોકોએ તેના સૌથી નાના પુત્ર અહાઝયાને તેના પછી રાજા બનાવ્યો, કારણ, આરબો સાથે જે ધાડપાડુઓએ છાવણી ઉપર હુમલો કર્યો હતો, તેમણે એના બીજા બધા મોટા પુત્રોને મારી નાખ્યા હતા. તેથી યહોરામનો પુત્ર અહાઝયા યહૂદાનો રાજા થયો.

Interlinear

Choose Theme