Home Bibles 2 કાળવ્રત્તાંત 8:8 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 8:8 · ગુજરાતી બાઇબલ

એટલે કે જેઓનું ઇસ્રાએલીઓ નિકંદન કાઢી શક્યા નહોતા, તેઓ પાસે સુલેમાને ગુલામનું કામ કરાવડાવ્યું, જે આજે પણ ચાલુ છે.

Cross references

યહોશુઆ 16:10

પણ એફ્રાઈમીઓ જે ગેઝેરમાં રહેતા અને કનાનીઓને તે ક્ષેત્રમાંથી તેઓએ કદીય હાંકી કાઢયા નહિ, તેથી તેઓ આજ સુધી એફ્રાઈમના લોકો વચ્ચે રહેતા આવ્યા છે; પણ તેમને ચાકરો તરીકે કામ કરવું પડે છે.

યહોશુઆ 17:13

જ્યારે ઇસ્રાએલીઓ બળવાન થયા ત્યારે પણ તેમણે કનાનીઓને હાંકી ન કાઢયા પણ તેમને ચાકરો બનાવ્યા.

ન્યાયાધીશો 1:21

પરંતુ બિન્યામીનના કુળસમૂહના લોકો યરૂશાલેમમાં વસતા યબૂસીઓને હાંકી કાઢવામાં નિષ્ફળ ગયા, તેથી આજે પણયબૂસીઓ બિન્યામીનનાં વંશજો સાથે યરૂશાલેમમાં વસે છે.

1 રાજઓ 4:6

રાજમહેલની બાબતોનો વ્યવસ્થાપક અહીશાર હતો; અને આબ્દાનો પુત્ર અદોનીરામ વેઠ મજૂરોનો અધિકારી હતો.

1 રાજઓ 5:13

રાજા સુલેમાંને પોતાને માંટે કામ કરવા ઇસ્રાએલના 30,000 માંણસોને મજબૂર કર્યા.

1 રાજઓ 9:10

સુલેમાંનને મંદિર અને મહેલ બાંધતાં 20 વર્ષ થયાં.

1 રાજઓ 9:21

તેઓ તેમના વંશજો હતાં, ઇસ્રાએલીઓ જેમનો સંપૂર્ણ નાશ કરી શકયા નહોતા. સુલેમાંને તેમને બળજબરીથી ગુલામ મજૂર બનાવી દીધાં.

2 કાળવ્રત્તાંત 2:16

અમે લબાનોનમાંથી આપને જોઇતાં બધાં લાકડાં કાપીશું, અને દરિયાઇ માગેર્ યાફા સુધી પહોંચાડીશું. ત્યાંથી તેને યરૂશાલેમ પહોંચાડવાની જવાબદારી તમારી રહેશે.”

2 કાળવ્રત્તાંત 2:17

સુલેમાને પોતાના પિતા દાઉદે કરાવેલી વસ્તી ગણતરીની જેમ ઇસ્રાએલમાં વસતા બધા વિદેશીઓની વસ્તી ગણતરી કરાવી તો તેમની સંખ્યા 1,53,000 અને છસો જેટલી થઇ.

ગીતશાસ્ત્ર 106:34

યહોવાએ કનાનીઓનો નાશ કરવાની આજ્ઞા કરી હતી; તેઓએ તેમનો નાશ કર્યો નહિ.

Interlinear

Choose Theme