Home Bibles 2 કાળવ્રત્તાંત 2:16 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 2:16 · ગુજરાતી બાઇબલ

અમે લબાનોનમાંથી આપને જોઇતાં બધાં લાકડાં કાપીશું, અને દરિયાઇ માગેર્ યાફા સુધી પહોંચાડીશું. ત્યાંથી તેને યરૂશાલેમ પહોંચાડવાની જવાબદારી તમારી રહેશે.”

Cross references

યહોશુઆ 9:27

પણ ત્યાર પછી યહોશુઆએ આ લોકોને લાકડું કાપવા અને ઇસ્રાએલના લોકો માંટે અને યહોવાના મંદિર માંટે પાણી લાવવા ફરજ પાડી. આજ દિવસ સુધી તેઓ યહોવાએ પસંદ કરેલ જગ્યાએ આજ કામ કરી રહ્યાં છે.

યહોશુઆ 19:46

મે-યાર્કોન, અને રાક્કોન તેમજ યાફોની સામે આવેલો પ્રદેશ સમાંઈ જતો હતો.

1 રાજઓ 5:8

હીરામે રાજા સુલેમાંનને સંદેશો મોકલ્યો કે, “તમે દેવદારના અને ફરના વૃક્ષ કાપવા માંટેનો જે સંદેશો મોકલ્યો છે તે મેં સાંભળ્યો છે, હું તમાંરી સઘળી ઇચ્છાઓ પરિપૂર્ણ કરીશ.

1 કાળવ્રત્તાંત 22:2

દાઉદે ઇસ્રાએલ રહેતા બધા વિદેશીઓને ભેગા કરવાનો હુકમ આપ્યો. અને તેમને દેવનું મંદિર બાંધવા માટે પથ્થરો ઘડવા સલાટ તરીકે કામે લગાડી દીધા.

2 કાળવ્રત્તાંત 8:7

હિત્તીઓ, અમોરીઓ, પરિઝઝીઓ, હિવ્વીઓ, યબૂસીઓ વગેરે બિન ઇસ્રાએલી લોકોમાંના જેઓ દેશમાં બાકી રહ્યા હતા,

2 કાળવ્રત્તાંત 8:8

એટલે કે જેઓનું ઇસ્રાએલીઓ નિકંદન કાઢી શક્યા નહોતા, તેઓ પાસે સુલેમાને ગુલામનું કામ કરાવડાવ્યું, જે આજે પણ ચાલુ છે.

2 કાળવ્રત્તાંત 30:25

એ યાજકો અને લેવીઓ સહિત યહૂદાના સમગ્ર સંઘે તેમજ ઇસ્રાએલથી આવેલા સમગ્ર સંઘે તથા જે વિદેશીઓ ઇસ્રાએલથી આવ્યા હતા તેમજ જેઓ યહૂદામાં વસતાં હતા એ બધાએ આનંદોત્સવ માણ્યો.

એઝરા 3:7

તેમણે કડિયાઓને અને સુથારોને પૈસા આપ્યા અને સિદોન અને તૂરના લોકોને ખોરાક પાણી અને તેલ મોકલ્યાં, જેથી તેઓ લબાનોનથી સમુદ્રમાગેર્ યાફા સુધી દેવદારનું લાકડું લઇ આવે. ઇરાનના રાજા કોરેશે એ માટે પરવાનગી આપી હતી.

યોહાન 1:3

તેના થી જ બધી વસ્તુઓ ઉત્પન્ન થઈ. તેના વિના કશું જ ઉત્પન્ન થયું નથી.

પ્રેરિતોનાં ક્રત્યો 9:36

યાફા શહેરમાં ટબીથા નામની ઈસુની શિષ્યા હતી. (તેનું ગ્રીક નામ, દોરકસ, અર્થાત “હરણ.”) તે હંમેશા લોકો માટે શુભ કાર્યો કરતી. જે લોકોને પૈસાની જરુંર હોય તે લોકોને તે હંમેશા પૈસા આપતી.

પ્રેરિતોનાં ક્રત્યો 10:32

તેથી યાફા શહેરમાં કેટલાક માણસોને મોકલ. સિમોન પિતરને આવવાનું કહે. પિતર પણ સિમોન નામના માણસના ઘરમાં રહે છે. જે તે એક ચમાર છે. તેનું ઘર સમુદ્ર કાંઠે છે.’

Interlinear

Choose Theme