Home Bibles 2 કાળવ્રત્તાંત 29:30 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 29:30 · ગુજરાતી બાઇબલ

અને રાજા હિઝિક્યાએ તથા તેના અમલદારોએ લેવીઓને દાઉદ અને પ્રબોધક આસાફે રચેલાં યહોવાનાં સ્તોત્રો ગાવા આજ્ઞા કરી. આથી તેમણે ઉલ્લાસપૂર્વક સ્તોત્રો ગાયાં અને સાષ્ટાંગ નમસ્કાર કરી દેવનું ભજનકર્યું.

Cross references

2 શમએલ 23:1

દાઉદનાં અંતિમ વચનો આ છે: આ વચનો યશાઇનો પુત્ર દાઉદ તરફથી છે. આ વચનો એ માંણસ તરફથી છે કે જેને યાકૂબના દેવે રાજા તરીકે અભિષિકત કર્યો હતો, જે ઇસ્રાએલનો મધુર ગાયક છે.

1 કાળવ્રત્તાંત 16:7

જ્યારે દાઉદે આસાફ અને તેના કુટુંબીજનોને યહોવાની સ્તુતિ કરવા માટે લોકોને દોરવા માટે કહ્યું.

2 કાળવ્રત્તાંત 7:3

તમામ ઇસ્રાએલીઓએ અગ્નિને ઉતરતો અને યહોવાના ગૌરવને મંદિર ઉપર સ્થિર થતો જોઇને ફરસબંદી ઉપર લાંબા થઇને પ્રણામ કર્યા. અને યહોવાનો આભાર માન્યો, અને એમ કહ્યું, “તે ભલાઇનો ભંડાર છે, તેની કરૂણા શાશ્વત છે.”

2 કાળવ્રત્તાંત 23:18

ત્યારબાદ મૂસાના નિયમશાસ્ત્રના જણાવ્યા પ્રમાણે યહોયાદાએ, યજ્ઞો અર્પણ કરવા માટે લેવીઓમાંથી યાજકોની નિમણૂંક કરી. દાઉદ રાજાના સમયમાં જે કુટુંબો સેવા આપતા હતા, તેઓને એ જ સેવાઓ સોંપી. તેઓ યહોવા માટે કામ કરતાં આનંદથી ગીતો ગાતા હતા.

2 કાળવ્રત્તાંત 30:21

આ રીતે ઇસ્રાએલી લોકોએ યરૂશાલેમમાં સાત દિવસ સુધી બહુ આનંદ સાથે બેખમીર રોટલીના પાસ્ખાપર્વની ઉજવણી કરી. તે દરમ્યાન લેવીઓ અને યાજકો દરરોજ ગીતો અને વાજિંત્રો સાથે યહોવાની સ્તુતિ કરતા હતા.

2 કાળવ્રત્તાંત 30:23

ત્યારબાદ સમગ્ર સંઘ બીજા સાત દિવસ સુધી ઉત્સવ ઉજવવા માટે સંમત થયો. અને તેમણે બીજા સાત દિવસ સુધી આનંદોત્સવ કર્યો.

2 કાળવ્રત્તાંત 30:26

યરૂશાલેમમાં પણ ભવ્ય આનંદ ઉત્સવ ઉજવાયો. જે ઇસ્રાએલના રાજા સુલેમાનના સમય પછી કદી થયો જાણ્યો નથી.

એઝરા 6:16

ત્યારબાદ ઇસ્રાએલીઓએ યાજકોએ, લેવીઓએ અને દેશવટેથી પાછા ફરેલા બાકીના બધા લોકોએ ભારે આનંદપૂર્વક એ મંદિરનું સમર્પણ ઉજવ્યું.

એઝરા 6:22

સાત દિવસ સુધી તેમણે આનંદભેર બેખમીર રોટલીનું પર્વ ઊજવ્યું. તેઓ ખૂબ આનંદમાં હતા કારણકે યહોવાએ આશ્શૂરના રાજાના હૃદયમાં ઇસ્રાએલીઓ પ્રત્યે સદ્ભાવ જગાડી તેમના દેવ યહોવાના મંદિરના કામમાં તેમને મદદ કરવા પ્રેર્યાં હતાં.

ગીતશાસ્ત્ર 32:11

હે સદાચારી લોકો, યહોવાથી આનંદીત થાઓ અને પ્રસન્ન થાઓ . હે શુદ્ધ હૃદયી માણસો, હર્ષના પોકાર કરો.

ગીતશાસ્ત્ર 50:1

યહોવા, દેવોના દેવ બોલ્યા છે, તે સમગ્ર માનવ જાતને પૂર્વથી પશ્ચિમ સુધી બોલાવે છે.

ગીતશાસ્ત્ર 95:1

આવો, યહોવા સમક્ષ આપણે ગાઇએ; આપણા તારણના ખડક સમક્ષ હર્ષનાદ કરીએ.

ગીતશાસ્ત્ર 95:6

આવો આપણે તેને ભજીએ અને નમીએ; ને આપણા કર્તા યહોવાને ઘૂંટણિયે પડીએ.

ગીતશાસ્ત્ર 96:9

પવિત્રતાની સુંદરતા ધારણ કરી, યહોવાની ઉપાસના કરો; અને ધ્રૂજો સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ.

ગીતશાસ્ત્ર 100:1

હે પૃથ્વીના લોકો, યહોવાની સમક્ષ ગાઓ!

ગીતશાસ્ત્ર 100:2

આનંદથી યહોવાની સેવા કરો, હર્ષથી સ્તુતિગાન કરતાં; તેમની સમક્ષ આવો.

ગીતશાસ્ત્ર 149:2

ઇસ્રાએલ, તમારા સર્જનહારનાં અસ્તિત્વનો તમે આનંદ કરો; સિયોનના લોકો, તમારા રાજાની નિકટતાનો આનંદ મનાવો.

ફિલિપ્પીઓને પત્ર 4:4

પ્રભુમાં સદા આનંદ કરો; હું ફરીથી કહું છું કે આનંદ કરો.

Interlinear

Choose Theme